શ્રીમતી જી. બી. પવાયા અને શ્રીમતી પી. એસ. પવાયા એમ. એસસી. કૉલેજ દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો
20 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ પ્રેરિત અને શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર સંચાલિત શ્રીમતી જી. બી. પવાયા અને શ્રીમતી પી. એસ. પવાયા એમ. એસસી. કૉલેજ દ્વારા આયોજિત અંબાજી ભાદરવી પૂનમના મહા મેળા બાદ મહા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં કોલેજ ના NSS વિભાગ ના 15 સ્વયંસેવકો દ્વારા મહા સ્વચ્છતા અભિયાન તારીખ 19/09/2024 નાં રોજ ધાબાવાળી વાવ થી પાંછા સુધી “સ્વચ્છતા હી સેવા” તથા “સ્વચ્છતા એ જ મહાદર્શન” અંતર્ગત મહા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. વિદ્યાર્થી ઓ સાથે આ કાર્યક્ર્મ માં કોલેજના N.S.S વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રી શુભમ ડબગર અને પ્રોફે. પિન્ટુ સિંહ વાઘેલા જોડાયા હતા. તમામે આ વિસ્તાર માં પડેલો કચરો ઉપરાંત પ્લાસ્ટિક ભેગું કરીને ટ્રેક્ટર મારફતે નિકાલ કર્યો હતો. આ કાર્યક્રમ કોલેજ ના પ્રિન્સીપાલ ડો સંજય પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.





