GUJARATNAVSARI

Navsari: મટવાડ ખાતે”આઝાદીની લડતમાં દાંડી માર્ચનું મહત્ત્વ વિષય પર નિબંધ લેખન યુવા સ્પર્ધાનું કાર્યક્રમ યોજાયું..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નેહરુ યુવા કેન્દ્ર, નવસારી (યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર),  ગુજરાત પ્રવાસન નિગમ સંચાલિત યાત્રી નિવાસ મટવાડ (આર.કે. ડેકોરેટર્સ) અને મહિલા અને બાળ અધિકારીની કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે “યુવા નિબંધ લેખન સ્પર્ધા” અને “આઝાદીની લડત માં દાંડી માર્ચ નું મહત્વ” વિષય પર યાત્રી નિવાસ મટવાડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં યુવાનોને દાંડી માર્ચ નું મહત્વ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે મહિલા લક્ષી યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં વિજેતા બનેલા યુવા મિત્રોને ટ્રોફી, સર્ટિફિકેટ અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમમાં શાળા વિદ્યાર્થીઓ, ગામ લોકો અને શિક્ષકો મળી અંદાજે સો જેટલા લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન અને સંચાલન જિલ્લા યુવા અધિકારી શ્રીમતી વર્ષા રોઘાના  માર્ગદર્શન હેઠળ નિમેષ ગડ્ડમ અને જીનલ કાનાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે જ નેહરુ યુવા કેન્દ્ર નવસારી ના સ્વયંસેવકો અને યાત્રી નિવાસ મટવાડ ના સ્ટાફ મદદરૂપ થયા હતા.
આ કાર્યક્રમમાં પ્રગતિ એજ્યુકેશન સેન્ટર ના સંચાલક શ્રી અબ્રાર મલેક, જિલ્લા સંયોજક શ્રીમતી અસ્મિતાબેન ગાંધી, મટવાડના માજી સરપંચશ્રી જયંતિભાઈ પટેલ, સરપંચશ્રી રમેશભાઈ હળપતિ, યાત્રી નિવાસ મટવાડ ના ઇન્ચાર્જ બિનિતા પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!