
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ખેરગામ:મહાન આધ્યાત્મિક ગુરુ અને યુગપ્રવર્તક સ્વામી વિવેકાનંદજી ની જયંતી તથા રાષ્ટ્રીય યુવા દિવસના ઉપલક્ષમાં સ્વામી વિવેકાનંદજી ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા જિલ્લાકક્ષાના રમતોત્સવનું ભવ્ય આયોજન ખેરગામ તાલુકામાં આઇ.ટી.આઇ ખાતે કરવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત આઇ.ટી.આઈ નાં પ્રિન્સિપાલ મયુરભાઈ નાયક, આ પ્રસંગે ઉપસ્થિત નવસારી જિલ્લા ભાજપ સંગઠન મંત્રી તર્પણબેન વણકર,ઉપપ્રમુખ લીનાબેન અમદાવાદી તા.પંચાયત ઉપપ્રમુખ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેશભાઇ ખાંડાવાલા, મહિલા મોરચાના પ્રમુખ જિજ્ઞાબેન પટેલ,વિજયભાઇ રાઠોડ,જિલ્લા મંત્રી યુવા ભાજપ,મુકુંદભાઈ પટેલ તાલુકા યુવા ભાજપ મંત્રી, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ખેરગામ તાલુકાનાં સંયોજક નિહાલભાઇ ગાંવિત અને આતિશભાઇ પટેલ તેમજ શિક્ષક મિત્રો અને વિધાર્થીઓ એ રમત ગમત માં ભાગ લીધો હતો


