GANDHIDHAMGUJARATKUTCH

મોડૅન સ્કુલ આદિપુર ખાતે સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ ની જયંતિ ની ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

 

ગાંધીધામ,તા-૧૩ જાન્યુઆરી : આદિપુર કચ્છ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિતે રામકૃષ્ણ આદિપુર માં મુખપાઠ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ધો.1થી12 ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.નિર્ણાયક તરીકે સુશ્રીફોરમ આર મહેતા (શિક્ષિકા,સાહિત્યકાર) એ નિર્ણાયક તરીકે સેવા આપેલ હતી. ધણી બધી શાળા ના વિદ્યાર્થીઓએ ગુજરાતી,હિન્દી,અંગ્રેજી,સંસ્કૃત ભાષામાં મુખપાઠ કરેલ હતો. જેમાં મોર્ડન સ્કૂલ, ગાંધીધામ ના વિદ્યાર્થીઓ જેમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ કથન શેઠિયા,હિન્દી ભાષામાં પ્રથમ આન્યા ચૌધરી,ગુજરાતી ભાષામાં તેજસ્વીબા ઝાલા, સંસ્કૃત ભાષામાં તેજસ્વીબા એ ક્રમાંક મેળવેલ છે. સ્વામીજી મંત્રેશાનંદજી એ શાળાના આચાર્ય આરતીજી, ઉપાચાર્ય સાક્ષીજી, શિક્ષિકાને ફોરમજીને અભિનંદન પાઠવેલ છે.

Back to top button
error: Content is protected !!