ARAVALLIGUJARATMODASA

સ્વયંભૂ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર,સાકરીયા દ્વારા મોડાસાની બહેરામૂંગા શાળાના વિધાર્થીઓને અયોધ્યામાં શ્રીરામ મૂર્તિ પ્રતિષ્ઠા નિમિતે આજીવન દિવ્યાંગ ભોજન સેવા સમર્પિત

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

સ્વયંભૂ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર,સાકરીયા દ્વારા મોડાસાની બહેરામૂંગા શાળાના વિધાર્થીઓને અયોધ્યામાં શ્રીરામ મૂર્તિ પ્રતિષ્ઠા નિમિતે આજીવન દિવ્યાંગ ભોજન સેવા સમર્પિત

હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતું વિશ્વનું અલૌકિક અને અદભૂત ગણાતા અયોધ્યાના શ્રીરામ મૂર્તિ પ્રતિષ્ઠાના પ્રથમ વાર્ષિક ઉજવણીના ભાગરૂપે ગુજરાતભરનું એક માત્ર સૂતા હનુમાનજી દાદાની પ્રતિમા બિરાજમાન મોડાસા તાલુકાના સાકરીયા હનુમાનજી મંદિર દ્વારા લાયન્સ ક્લબ ઓફ મોડાસા સંચાલિત બહેરામૂંગા શાળાના 200 થી વધુ દિવ્યાંગ બહેરા મૂંગા વિદ્યાર્થીઓને આજીવન દિવ્યાંગ ભોજન સેવા સમર્પિત કરીને અનોખી સેવા અર્પણ કરી છે.આજીવન દિવ્યાંગ ભોજન સેવાના ભાગરૂપે પ્રથમ વાર્ષિક ઉજવણીમાં શ્રી ભીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાકરીયાના મંત્રી વૈભવ રાઠોડ,ટ્રસ્ટી રમેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ભાવપૂર્વક ભોજન પીરસીને ભાવુક થયા હતા જ્યારે વિધાર્થીઓના મુખ પર સ્મિત જોવા મળ્યું હતું.બહેરા મૂંગા વિધાર્થીઓને શિક્ષણની સાથે વિવિધ સેવાકીય કાર્યો લાયન્સ કલબ મોડાસા દ્વારા કરાતા ટ્રસ્ટીઓ,સંચાલકો,સ્ટાફ મિત્રોની સેવાકીય કામગીરીને સાકરીયા હનુમાનજી મંદીરના ટ્રસ્ટીઓએ બીરદાવી હતી.અયોધ્યામાં શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાના 22 જાન્યુઆરી ઐતિહાસિક દીનને યાદગાર બનાવવા સાકરીયા હનુમાનજી મંદિર દ્વારા આજીવન દિવ્યાંગ ભોજન સેવા આપતા લાયન્સ કલબ ઓફ મોડાસાના ટ્રસ્ટીઓએ અને જિલ્લા વાસીઓ આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.

 

Back to top button
error: Content is protected !!