BANASKANTHAKANKREJ
માનપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અંતર્ગત શાળામાં દાતાઓ દ્વારા દાન અર્પણ કરાયું..

પાટણ તાલુકાના માનપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અંતર્ગત શાળાના શિક્ષક મનજીભાઈ પ્રજાપતિ તરફથી શાળાના દરેક બાળકોને બે જોડી ગણવેશ તેમજ જમણવાર પેટે રૂ.૨,૪૨,૦૦૦/- (બે લાખ બેતાલીસ હજાર)જેટલું અનુદાન આપી એક પ્રેરણાદાયી સત્કાર્ય થકી શાળા, ગામ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.સાથે સાથે અનેક દાતાઓએ દાન આપ્યું જેમાં નટુભાઈ પટેલ તરફથી ચોપડા જેની કિંમત રૂ.૨૫,૦૦૦/- કમલેશભાઈ પટેલ તરફથી સ્કૂલ બેગ કિંમત રૂ.૨૫,૦૦૦/-,સ્વ. નીતાબેન અલ્પેશભાઈ પટેલ પરિવારના સ્મિત પટેલ તરફથી ૧૧,૦૦૦/-, ભરતભાઈ પટેલ તરફથી શૈક્ષણિક કીટ કિંમત રૂ.૧૧,૦૦૦/-, કિશોરભાઈ દેસાઈ તરફથી રૂ.૧૧,૦૦૦/-, હરિભાઈ પટેલ તરફથી શૈક્ષણિક કીટ તથા ગામના અન્ય દાતાઓ તરફથી અનેક વસ્તુઓ સહિત લગભગ રૂ.૪,૦૦,૦૦૦/- (ચાર લાખ રૂપિયા) નું શાળાને આજના પ્રસંગે દાન મળેલ.ત્યારે ઉપસ્થિત ઉર્મિલાબેન પટેલ,બાળ વિકાસ અધિકારી પાટણ દ્વારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
નટવર. કે.પ્રજાપતિ,થરા





