
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- રાપર કચ્છ.
રા૫ર, તા-22 મે : રા૫ર તાલુકાના મોમાયમોરા ગામ ખાતે વન વિભાગ દ્વારા ૨-હેકટર વિસ્તારમાં વનકવચનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં લિયાર, લીમડો, પીલું, રગત રોયડો, કરંજ, જાંબુ, ખાટી આંબલી, ગોરસ આંબલી જેવા સ્થાનિક તેમજ આર્યુવેદિક મહત્વ ઘરાવતાં વૃક્ષો તથા પીળી કરેણ, લાલ કરેણ, ટેકોમાં, કોડીયા, મહેંદી, બોગનવેલ, ચંપો, જેવા સ્થાનિક સૌંદર્યવર્ઘક વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. ‘’ વન કવચ એટલે ઘનિષ્ટ વનીકરણ જેમાં જાપનીઝ મીયાવાકીં ટેકનીકથી ખુબજ ઓછા અંતરે રોપાનું વાવેતર કરવામાં આવે છે.’’ આ વન કવચનું નિર્માણ વર્ષ :- ૨૦૨૪/૨૫ માં સામાજીક વનીકરણ વન વિભાગ કચ્છ – ભુજ અંર્તગત આવતી રા૫ર રેન્જ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં શ્રી એચ.વી.મકવાણા – નાયબ વન સંરક્ષકશ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ તથા મદદનીશ વનસંરક્ષકશ્રી પી.એન.વાઘેલા સાહેબના નિરીક્ષણ હેઠળ રા૫ર આર.એફ..ઓ શ્રી એમ.આઇ.ચાવડા તથા સ્થાનિક સ્ટાફના સહયોગથી આ અદ્દભુત વનકવચ નિર્માણ પામેલ છે. આ વનકવચમાં વાવેતર કેરલ રોપાઓ માત્ર આઠ મહિનામાં જ ખુબજ સારી વૃઘ્ઘિ પામેલ છે. જે ભવિષયમાં પક્ષીઓ માટે આશરો અને ખોરાક માટેનું ઉત્તમ સ્થળ સાબિત થશે. ઉ૫રાંત આ વન કવચથી બાયોડાયવર્સિટીને ફાયદો થશે. વિશ્વ વન દિવસ ઉજવણી નિમિત્તે શ્રી.યુવરાજસિંહ ઝાલા – નાયબ વન સંરક્ષકશ્રી કચ્છ પશ્ચિમ વન વિભાગના હસ્તે, શ્રી ગોવિંદસિંહ સરવૈયા – નાયબ વન સંરક્ષકશ્રી કચ્છ પૂર્વ વન વિભાગની ૫ણ ઉપસ્થિતીમાં આ વન કવચનું લોકાર્પણ કરવામાં આવેલ તથા વિનુભાઇ થાનકી – PA ઘારાસભ્યશ્રી રા૫ર, જયદિપસિંહ જાડેજા ચેરમેન રા૫ર તાલુકા પંચાયત, તથા સરપંચશ્રી રા૫રની તથા ગામલોકો અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતાં.આ વન કવચ રા૫ર જેવા અંતરીયાળ રણ વિસ્તાર માટે રણમાં મીઠી વિરડી સમાન છે. વન વિભાગની સાથે સાથે લોકો ૫ણ વૃક્ષારો૫ણ પ્રવૃતિમાં જોડાય તે ખુબ જરૂરી છે. જેથી આ વિસ્તારના ગ્રીનબેલ્ટમાં વઘારો થાય. વર્તમાન સમયમાં જે ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાનો સામનો કરવા આવા હરીયાળા સ્થળો બનાવવા ખૂબજ ઉ૫યોગી પૂરવાર થશે. તથા લોકો માટે ૫ણ આ વનકવચ એક ૫ર્યટન સ્થળ બની રહેશે વઘુમાં નાના બાળકોને માટે તૈયાર કરવામાં આવેલ બાળ ક્રિડાંગણ ૫ણ આકર્ષણનું કેન્દ્ર બની રહેલ છે. ચાલો ભવિષ્યને સમૃઘ્ઘ બનાવવા વૃક્ષારો૫ણ અને વૃક્ષઉછેર પ્રવૃત્તિમાં જોડાઇએ.





