CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ચોટીલાને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત કરવા તંત્ર એક્શન મોડમાં

સંયુક્ત ટીમના દરોડામાં 370 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું.

તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સંયુક્ત ટીમના દરોડામાં 370 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું, સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મોકોલ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ નવા વર્ષના પ્રથમ દિવસે જ વહીવટી તંત્ર દ્વારા આકસ્મિક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા, મામલતદાર અને ચીફ ઓફિસરની સંયુક્ત ટીમે વિવિધ વેપારી એકમો પર તપાસ હાથ ધરી કુલ ૩૭૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો છે ઉલ્લેખનીય છે કે ગત રોજ નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયના વર્ષ ૨૦૨૨ના નોટિફિકેશન અને Environmental Protection Act-1986 મુજબ ૧૨૦ માઇક્રોનથી ઓછા જાડાઈવાળા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ અંગે સૂચના અપાઈ હતી વેપારીઓની વિનંતીને ધ્યાને રાખીને જૂનો સ્ટોક ખાલી કરવા માટે ૩૧/૧૨/૨૦૨૫ સુધીની મુદત આપવામાં આવી હતી જે પૂર્ણ થતા જ આજે કડક કાર્યવાહી કરાઈ હતી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસમાં નીચે મુજબના વેપારીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવ્યું હતું જેમાં સોહિલભાઈ ચારણીયા (SR MALL) ૨૯૮ કિ.ગ્રા., રાહુલભાઈ પંજવાણી (કરિયાણા સ્ટોર) ૪૭ કિ.ગ્રા. રાજેશભાઈ શેઠ (કરિયાણા સ્ટોર) ૮ કિ.ગ્રા. અન્ય નાની દુકાનો ૧૭ કિ.ગ્રા. કુલ જથ્થો ૩૭૦ કિ.ગ્રા સહિતનો જપ્ત કરાયેલા આ પ્લાસ્ટિકની બજાર કિં.રૂ. ૪૮,૧૦૦ આંકવામાં આવી છે પ્રતિબંધિત સામગ્રીનો સંગ્રહ અને વેચાણ કરતા પકડાયેલા તમામ વેપારીઓ વિરુદ્ધ પર્યાવરણ સુરક્ષા ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વહીવટી તંત્રની આ કડક ઝુંબેશને પગલે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Back to top button
error: Content is protected !!