BHUJGUJARATKUTCH

ભુજ ટાઉન હોલ ખાતે તાલુકા આરોગ્યના કાર્યક્રમોની સમીક્ષા કરાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૦ ડિસેમ્બર : ભુજ તાલુકામાં આરોગ્ય વિષયક સેવાઓને વધુ સુદઢ બનાવવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અમલી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમનાં અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શાળા આરોગ્ય તપાસણી, ન્યુટ્રીશન, રસીકરણ, સંક્રમક રોગોનો અટકાવ, ટી.બી. નિર્મૂલન તેમજ કુટુંબ કલ્યાણ કામગીરી, માતા અને બાળ આરોગ્ય વિષયે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગૌતમે માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે આરોગ્યના બધાજ કાર્યક્રમો વિશે મિટિંગમાં હાજર રહેલ કર્મચારીઓ અને અધિકારીઓ પાસેથી વિગતો લીધી હતી અને કામગીરીમાં સુધારો લાવવા સુચના આપી હતી. બાલસેવા અને બાલસંજીવની કેન્દ્રની કામગીરીની સમીક્ષા કરીને તાલુકા આરોગ્ય અધિકારીને અને કર્મચારીઓ તાકીદ કરી હતી.માતા અને બાળ યોજનાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં થયેલાં બાળ અને માતા મરણ માટેનાં કારણોની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી..તેમણે શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુથી ૧૮ વર્ષ સુધીના શાળાએ જતાં અને ન જતાં તાલુકના બાળકોનાં સ્વાસ્થ્યની પ્રાથમિક આરોગ્ય તપાસણીથી લઈને સઘન સારવાર સુધીની સેવાઓ પૂરી પાડવા આવે અને આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓને પરિપૂર્ણતા સુધી લઈ જવા, ફિલ્ડ પર જઈ સર્વે વધારવા, ઘનિષ્ઠ રીતે આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા બાબતે વિસ્તૃત સમજ પૂરી પાડી હતી.RDD રાજકોટ થી આવેલ શ્રી ઉપાધ્યાયે NVBDCPઅંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. મિતેષ ભંડેરી, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો. મનોજ દવે, , ઇન્ચાર્જ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ઇન્ચાર્જ જિલ્લા આર.સી.એચ.ઓ., ઈ.એમ.ઓ., તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, ડી.પી.સી. આરોગ્ય અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર્સ , તાલુકાનો સ્ટાફ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી પ્રાથમિક આરોપ કેન્દ્રોમાંથી આયુષ મેડીકલ ઓફીસર,cho, mphs, Mphw, fhs,fhw,સ્ટાફ હાજર રહ્યો હતો.સાથે સંબંધિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!