શ્રીમતી ટી. જે. બી. એસ . ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભ યોજાયો

યોગેશ કાનાબાર રાજુલા
શ્રીમતી ટી. જે. બી. એસ . ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભ યોજાયો
શ્રીમતી ટી જે . બી.એસ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન તાઃ ૨ ઓગસ્ટ ને શનિવાર નાં રોજ કરવામાં આવેલું હતું જેમાં સંગીત નૃત્ય ચિત્રકલા નિબંધ વકતૃત્વ એક પાત્રિય અભિનય સમુહ ગીત સુગમ સંગીત રાસ ગરબા લોક નૃત્ય જેવી ૧૪ જેટલી સ્પર્ધામાં 574 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હોય .સમગ્ર વાતાવરણ સંગીતમય બન્યું હતો .
સમગ્ર શાળા પરિવાર દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન થયુ હતું . રાજુલા તાલુકાનાં અને આસપાસની શૈક્ષણિક સંસ્થાઓ નાં કલા તજજ્ઞ એ આ કાર્યક્રમ માં નિર્ણાયકશ્રી તરીકે ઉત્તમ કાર્ય કર્યુ હતું .
આ તકે અમરેલી યુવા અને સાંસ્કૃતિક વિભાગ માંથી શ્રી શરદભાઈ અગ્રાવત તેમજ શ્રી હરેશ ભાઈ મેતલીયા સમગ્ર કાર્યક્રમ સંચાલન નાં નીરીક્ષણ હેતુ પધાર્યા હતા. શાળાનાં આચાર્યા શ્રીમતી સીમાબહેન પંડ્યા /જોષી તથા સમગ્ર શાળા પરિવાર નું સુંદર આયોજન ત્થા સંકલન જોઈ કાર્યને બીરદાવ્યુ હતુ.





