BANASKANTHAGUJARATKANKREJ

થરા વિનય વિદ્યા મંદિર ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ શ્રી વિનય વિદ્યા મંદિર ખાતે બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે અને કલા પ્રત્યે જાગૃતિ આવે તે માટે

થરા વિનય વિદ્યા મંદિર ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ શ્રી વિનય વિદ્યા મંદિર ખાતે બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે અને કલા પ્રત્યે જાગૃતિ આવે તે માટે જી.સી.ઈ. આર.ટી ગાંધીનગર પ્રેરીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજીત ડૉ.સત્યેન્દ્રનાથ બોઝ શાળા વિકાસ સંકુલના ” વિજ્ઞાન-ગણિત પ્રદર્શન” અને “કલા ઉત્સવ” કાર્યક્રમનું આયોજન કરશનભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને ભરતકુમાર કે. પટેલ લાઈઝન ઓફિસર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાલનપુર,બ.કાં.જિલ્લા કબડી એસોસીએશનના પ્રમુખ જીવણભાઈ જોષી,આચાર્ય હરેશભાઈ એસ.ચૌધરી,ડો. રાજેશ બ્રાહ્મભટ્ટ, ઉમેશભાઈ પ્રજાપતિ ની ઉપસ્થિતિમાં શુક્રવારના રોજ સવારે કરવામાં આવ્યું હતું.જેમાં ૩૨ થી વધુ શાળાના બાળકોએ હાજર રહી પોતાની વિજ્ઞાન અને ગણિત અંગેની કૃતિઓ રજૂ કરી હતી.
બ.કાં.ના થરા ખાતે સરકાર દ્વારા બાળકોને વિજ્ઞાન અને કલા પ્રત્યે રૂચિ વધે તે માટે પ્રોત્સાહીત કરવા માટે જિલ્લા શિક્ષ્ણાધિકરી ની કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગણિત વિજ્ઞાન અને કલા પ્રદર્શન યોજાયું હતું તેમાં રજૂ કરેલ બાળકોની કૃતિઓને અન્ય જિલ્લા માંથી આવેલા કેળવણીકારોએ મૂલ્યાંકન કરી શ્રેષ્ઠ કૃતિઓ ની પસંદગી કરી હતી. ત્યારે શ્રી ઓગડ વિદ્યા મંદિરના શિક્ષક ભારમલભાઈ ચૌધરી,અનુભા કે. વાઘેલા,ઝેણુભા વાઘેલા,ઈશ્વરભાઈ પટેલ,એમ.વી.પટેલ, નાથાભાઈ ચૌધરી સહીત વિશાળ સંખ્યામાં વિધાર્થીઓ તેમજ શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા.
નટવર. કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!