Rajkot: આકાશવાણી, રાજકોટ દ્વારા ચૂંટણી અંગે જાગૃતિલક્ષી મુલાકાતનું ૨૨ એપ્રિલે પુન: પ્રસારણ કરાશે

તા.૨૦/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકશાહીના પાવન પર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી તા. ૨૬ એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ યોજાનારી છે. જે સંદર્ભે મતદાન જાગૃતિના હેતુથી આકાશવાણી, રાજકોટ દ્વારા એક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારી શ્રી અજયભાઈ ઝાપડા અને શ્રી સુશીલભાઈ પરમાર સાથે શ્રી સુધીરભાઈ દત્તાએ લીધેલી મુલાકાતનું પુનઃ પ્રસારણ તા. ૨૨ એપ્રિલ, બુધવારના રોજ સવારે ૯.૧૫ કલાકે થશે.
શ્રી પ્રેરકભાઈ વૈદ્ય નિર્મિત આ મુલાકાતમાં ચૂંટણીની તૈયારીઓ અને મતદારો માટેની મહત્વની વિગતો રજૂ કરવામાં આવશે. આ પ્રસારણ શ્રોતાઓ પોતાના રેડિયો સેટ પર MW 370.3mtrs/810khz પર સાંભળી શકશે. આ ઉપરાંત, આધુનિક ટેકનોલોજીના માધ્યમથી વિશ્વના કોઈપણ ખૂણે બેસીને ‘News On Air’ એપ ( https://play.google.com/store/apps/details?id=com.parsarbharti.airnews ) અથવા આકાશવાણીની સત્તાવાર વેબસાઇટ લિંક https://akashvani.gov.in/radio/live.php?channel=91 પર લાઈવ સ્ટ્રીમિંગ થકી પણ આ કાર્યક્રમ માણી શકાશે. વધુમાં વધુ નાગરિકો આ પ્રસારણ સાંભળે અને મતદાન અંગે જાગૃત બને, તેવો આકાશવાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




