MEHSANAVIJAPUR

વિજાપુર ગુજરાત રાજપૂત એકતા યુવા ગૃપ દ્વારા યુવરાજસિંહ ની ધરપકડના મામલે આવેદનપત્ર સુપ્રદ કર્યું

વિજાપુર ગુજરાત રાજપૂત એકતા યુવા ગૃપ દ્વારા યુવરાજસિંહ ની ધરપકડના મામલે આવેદનપત્ર સુપ્રદ કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મામલતદાર કચેરી ખાત ગુજરાત રાજપૂત એક્તા મિશન ગ્રુપ ના નેજા હેઠળ વિદ્યાર્થી યુવા આગેવાન યુવરાજસિંહ જાડેજા નાં ધરપકડ ના મામલે મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ જેમાં સરકારી દફતરે ભરતી ના થઇ રહેલા કૌભાંડ ને દબાવી દેવા કૌભાંડ બહાર લાવનાર યુવરાજસિંહ ની ધરપકડ કરી સ્વતંત્રીય ભારતીય લોકો સ્વતંત્રતા ઉપર ટીલી સમાન છે જેથી યુવરાજસિંહની ખોટી રીતે કરવામાં આવેલી ધરપકડ માંથી મુકત કરવા રાજપૂત સમાજ ના યુવા મિત્રો, વિદ્યાર્થીઓ,ની માંગ છે તેમજ યુવરાજસિંહ ને કોઈ પણ જાતની હેરાનગતિ નહિ કરવા તેમજ તેમની ઉપર મૂકવામાં આવેલા તમામ કેસો પરત ખેંચવા તેમજ નિવૃત્ત કોર્ટના ન્યાયાધીશ દ્વારા તપાસ મંડળની રચના કરવી અને યોગ્ય તપાસ કરવા ની માંગણી સાથે મામલતદાર ને આવેદનપત્ર સુપ્રદ કર્યું હતુ આવેદનપત્ર યુવા કાર્યકર ઇન્દ્ર સિંહ વિહોલ સંદીપ સિંહ ડોડીયા તેમજ ઈશ્વરજી રાઠોડ નાગેન્દ્ર સિંહ વિહોલ તેમજ સચિનજી બારડ સહીત યુવાઓ જોડાયા હતા તેઓએ જણાવ્યું હતુંકે સ્પર્ધાત્મક પરીક્ષાઓ મા જે ગેરરિતી આચરવામાં આવે છે એ કૌભાંડ ને ઉજાગર કરનાર યુવરાજસિંહ સાથે રાજકીય પક્ષપાત રાખી કીન્નાખોરી દાખવી ,જે રીતે હેરાનગતિ કરવામાં આવેછે ને ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે જે અંતયંત ખોટું છે , ગુજરાત સરકાર પ્રશાસન ને અનુરોધ છે કે આ કાર્યપ્રણાલી પર યોગ્ય તપાસ કરવામાં આવે અને ઝડપી તકે ન્યાય આપવામા આવે એવી માંગ રાજપૂત સમાજ ના યુવા સંઘઠન દ્વારા કરવામાં આવી હતી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!