GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી: SC અને ST જાતિના યુવક-યુવતીઓ માટે તાલુકા કક્ષાની યોગાસન અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાશે
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-નવસારી દ્વારા અનુસૂચિત જાતિ (SC) તેમજ અનુસુચિત જન જાતી (ST) ના ૧૫થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે તાલુકા કક્ષાએ વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે. જેમાં યુવાઓમાં નેતૃત્વ ગુણ અને કુશળતા તેમજ રચનાત્મક શક્તિ કેળવવાની સમજ અને માર્ગદર્શન તેમજ શારીરિક વિકાસ માટે યોગચાર્યો દ્વારા વિવિધ યોગાસનોની તાલીમ અપાશે.
આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છિત SC અને ST યુવક-યુવતીઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, નવસારી ૧૬૦૭ “કામાક્ષી “ પ્રથમ માળ ,સ્વપ્ન લોક સોસાયટી ,કાલીયાવાડી નવસારી કચેરીનો તા.૩૦ /૦૬/૨૦૨૫ સુધીમાં કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, નવસારીની યાદીમાં જણાવાયું છે.