તા.૨૩.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના રાણાપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને લાભ મળે તે માટે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું
આજરોજ સોમવાર ૧૨ કલાકે વાત કરીયેતો ગુજરાત સરકાર દ્વારા રાણાપુર ગામમાં સને ૨૦૧૮માં પ્રધાનમંત્રી આવાસ પોર્ટલના સર્વેથી ગામ માં સર્વે કરી પ્રધાનમંત્રી આવાસના લાભાર્થી તરીકે રજૂ કરવાના તમામ પુરાવા જેવા કે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, બેંકખાતુ અને કાચા મકાનનો ફોટો જેવા યોગ્ય પુરાવા રજૂ કરી લાભાર્થીઓએ પ્રધાનમંત્રી આવાસના લાભાર્થી તરીકે સરકારના નિયમ મુજબ યાદીમાં સમાવેશ કરી સને ૨૦૧૮ થી ૨૦૨૪ સુધી લાભાર્થી તરીકે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી માન્ય રાખી સરકારશ્રીએ લાભાર્થીઓને લાભાર્થી તરીકે માન્ય રાખેલ છે જેથી લાભાર્થીઓને લાભ આપવામાં આવે.પરંતુ જિલ્લા વિકાસ અધિકારી સુચનાથી તાલુકા વિકાસ અધિકારીના તા.૩૧/૦૭/૨૦૨૪ના પત્રથી જે ટીમો બનાવી લાભાર્થીઓના હાલમાં રહેલ આવાસના ફોટા નોટકેમમાં પાડી ગુગલ ફોર્મ – એક્સેલસીટમાં સંમિટ કરી લાભાર્થીઓનું વેરીફીકેશન કરી લાભાર્થીઓને અહિત થાય તે પ્રકારની કામગીરી હાલ ચાલુ છે તે યોગ્ય નથી. સદર કામગીરીથી લાભાર્થીઓને હક છીનવવાની સંભાવનાઓ છે. જેથી લાભાર્થીઓના મૂળ ૨૦૧૮ ના સર્વે પ્રમાણેની યાદી મુજબ લાભ મળે તે અંગે ઘટતી કાર્યવાહી રાણાપૂર ગ્રુપ ગ્રામ પંચાયતના જાગૃત નાગરિકો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું