GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારામાં જગતગુરુ રામાનંદાચાર્યજીની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી

 

TANKARA:ટંકારામાં જગતગુરુ રામાનંદાચાર્યજીની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી

 

 


ભારતના ગામડે ગામડે ભગવાન રામ અને તેમની પૂજા શરૂ કરાવનાર હિન્દુ ધર્મ ઉદ્ધારક જગતગુરુ શ્રીરામાનંદાચાર્યજીની 725 મી જન્મજયંતિ ની ટંકારા ખાતે આવેલ ખાખી મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં ગુરુપૂજન, ગત વર્ષે ઉચ્ચ કારકિર્દી મેળવેલ તેજસ્વી તારલાઓનું સન્માન, ધર્મસભા અને અંતમાં સમૂહપ્રસાદ લેવામા આવ્યો. આ વર્ષે સર્વાનુમતે પ્રમુખ તરીકે રમણીકભાઈ રામાનુજ તથા મંત્રી તરીકે નરેન્દ્રભાઈ કુબાવત કાર્યરત રહેશે. ઉપપ્રમુખ તરીકે સેવાદાસ નિમાવતની પસંદગી કરવામાં આવી. સમુહપ્રસાદ ના દાતા સ્વ.વિશાલ અનિરુદ્ધભાઈ અગ્રાવત અને અગ્રાવત દિનેશભાઈ હતા. સમુહપ્રસાદ બાદ સૌ જય સીયારામના નાથ સાથે અલગ પડ્યા.

Back to top button
error: Content is protected !!