આણંદ – બોરસદમાં 2 કમળાના કેસ મળી આવતાં તંત્રની ટીમો કામે લાગી

તાહિર મેમણ – આણંદ – 01/08/2025 – બોરસદ શહેરના રબારી ચકલા અને સૈયદ ટેકરા વિસ્તારમાં બે કમળા કેસ મળી આવ્યાં છે.જેને લઇને આરોગ્ય વિભાગની ટીમોએ આ વિસ્તારમાં ધામ નાખીને સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી. તપાસ કરતાં બંને વ્યકિત પેટલાદ સંબંધી ત્યાં રહેવા ગયા હતા. તેથી કમળાની ઝપેટમાં આવ્યાં છે. તેમ આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. ગુરૂવારે આરોગ્ય વિભાગની 4 ટીમો 200થી વધુ ઘરોમાં સર્વે કર્યો હતો. પરંતુ એક પણ કેસ નવો મળ્યો નથી. તેમ છતાં જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બોરસદ નગરપાલિકા અને આરોગ્ય ની ટીમ દ્વારા શહેરમાં અને ખાસ કરીને રબારી ચકલા સૈયદ ટેકરા વિસ્તારમાં દવાનો છંટકાવ અને પીવાના પાણીનું ક્લોરેસન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ઘરે ઘરે દિવાના પાણીમાં નાખવાની દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય ટીમો અને બોરસદ આરોગ્યની ટીમો સહિત નગરપાલિકા દ્વારા ઘર દીઠ ચેકિંગ હાથ ધરી દવાનો છંટકાવ અને દવાનો વિતરણ કરવામાં આવ્યું હતું. આ તમામ વિસ્તારોમાંથી અન્ય કોઈપણ કેસ મળી આવેલ નથી




