GUJARAT

દેડિયાપાડાની હું અવશ્ય મતદાન કરીશ તે અંગે સહી ઝૂંબેશ અને શેરી નાટક સહિતના કાર્યક્રમોમાં છાત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

*દેડિયાપાડાની હું અવશ્ય મતદાન કરીશ તે અંગે સહી ઝૂંબેશ અને શેરી નાટક સહિતના કાર્યક્રમોમાં છાત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો*

તાહિર મેમણ : ડેડીયાપાડા – 01/04/2024- લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકોની સહભાગીતા વધે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટરોલ પાર્ટીશિપેશન) કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન તથા જિલ્લાના સ્વીપ એક્ટિવિટીના નોડલ ઓફિસર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિશાંત દવેની રાહબરીમાં વ્યાપકપણે મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જિલ્લાની શાળાઓમાં વકતૃત્વ, ચિત્ર સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજીને બાળકોના માધ્યમથી તેમના વાલીઓને મતદાન કરવા માટેનો સંદેશો આપવામાં આવી રહ્યો છે.

નર્મદા જિલ્લાના ગ્રામજનો અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ૨૨-ભરૂચ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારની પાનખલા પ્રાથમિક શાળાના બાળકોએ નિબંધ સ્પર્ધા, હું અવશ્ય મતદાન કરીશ તે અંગે સહી ઝુંબેશ અને શેરી નાટકના માધ્યમથી મતદાર જાગૃતિના કાર્યક્રમને વેગવાન બનાવ્યો હતો. બાળકો દ્વારા યોજાયેલા શેરી નાટકમાં ગામના નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

શાળાના બાળકોએ મતદાર જાગૃતિ કાર્યક્રમની વિવિધ પ્રવૃત્તિમાં સહભાગી બની પોતાના વાલીશ્રીઓને સંકલ્પપત્રોના વહેંચણી અને મતદાન અંગેના શપથ લેવડાવીને લોકશાહી પ્રત્યેની પોતાની સમજ કેળવવા માટેના પ્રયત્નો કર્યા હતો. આ આખી લોકશાહી પ્રક્રિયામાં મતદાર એ રાજા છે. જેમાં ગ્રામજનો દ્વારા પણ આ કાર્યક્રમ સફળ બનાવવા માટે હકારત્મક અભિગમ સાથે સહ ભાગીદારી નોંધાવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!