BHACHAUGUJARATKUTCH

કચ્છની ૫૨ ગ્રામ પંચાયત ખાતે મનરેગા યોજના અંતર્ગત ‘રોજગાર દિવસ’ની ઉજવણી કરાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ ,તા-૧૮ નવેમ્બર :  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છ દ્વારા મનરેગા યોજના અંતર્ગત કચ્છની ૫૨ ગ્રામ પંચાયત ખાતે ‘રોજગાર દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી હેઠળ ગ્રામજનોને મનરેગા યોજનાની માહિતી, નવા જોબકાર્ડ, નવા વ્યક્તિગત કામોની માહિતી તથા ગામોમાં કરવાના થતાં સામૂહિક કામોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મનરેગા યોજનાના કામો બાબતે ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી હતી.રોજગાર દિવસ ઉજવણી પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરપંચશ્રીઓ, તલાટીશ્રી, રોજગાર સેવકશ્રી તેમજ મનરેગા કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!