DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ તાલુકાના ટાંડા પીએચસી વિસ્તારમાં 120 વનરેબલ લાભાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ મોબાઈલ ટીબી વાન દ્વારા કરવામાં આવ્યું 

તા. ૦૬.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના ટાંડા પીએચસી વિસ્તારમાં 120 વનરેબલ લાભાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ મોબાઈલ ટીબી વાન દ્વારા કરવામાં આવ્યું

દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાંડા ખાતે “તમારા ગામમાં તમારા દ્વાર સુધી” ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ પીએચસી ટાંડા અંતર્ગતના સબ સેન્ટર કોટડાખુર્દ તથા ઝરીખુર્દ ખાતે મોબાઈલ ટીબી વાન દ્વારા ટીબીના વનરેબલ લાભાર્થીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.આ કેમ્પ દરમિયાન એક્સ-રે વાન દ્વારા કુલ 120 વનરેબલ દર્દીઓના એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત દર્દીઓ માટે વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ જેવી અન્ય આરોગ્ય તપાસની સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી, જેથી સમગ્ર આરોગ્ય તપાસ એક જ સ્થળે શક્ય બની હતી.આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર.ડી. પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથ બામણીયાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમના આયોજન અને અમલમાં આરોગ્ય વિભાગની વિવિધ ટીમો જેમ કે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરો, ફિમેલ હેલ્થ વર્કરો, આશા ફેસિલિટેટરો તથા આશા બહેનોનો ઉમદા સહયોગ પ્રાપ્ત થયો હતો.આ પ્રકારના આયોજનથી ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી જેવી ગંભીર બીમારીના સમયસર ડિટેક્શન અને નાબૂદી તરફ સકારાત્મક પગલાં ભરાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પો વધુ વિસ્તૃત સ્તરે આયોજિત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. “ટીબી હારેગા – દેશ જીતેગા!”સૌ સાથે મળીને બનાવીએ ટીબી મુક્ત ભારત”

Back to top button
error: Content is protected !!