શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળા ખાતે કાલોલ ના પીએસઆઇ ની ઉપસ્થિતિમાં શિક્ષક દિનની ઉજવણી

તારીખ ૦૬/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પાંચમી સપ્ટેમ્બર ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિવસ નિમિત્તે કાલોલની શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળાના બાળકો દ્વારા શિક્ષક દિનની ઉજવણી કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.એ.પરમાર ની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જેમાં પચીસ બાળકોએ એક દિવસ માટે શિક્ષક તરીકેની ફરજ બજાવી વર્ષ દરમિયાન શિક્ષક કેવી રીતે બાળકોને શિક્ષણના સંસ્કાર આપે છે તેમનું જોઈ અને એક દિવસ માટે બાળકો શિક્ષકો બની અને અભિનય પ્રસ્તુત કરવાનો મોકો મેળવી આનંદ ના અનુભવ સાથે એક દિવસ માટે બનેલ શિક્ષકોએ જુદા જુદા વિષયમાં બાળકોને ભણાવ્યા આ પ્રસંગના સમાપન વેળાએ કાલોલ પોલીસ સ્ટેશન માંથી આદરણીય પીએસઆઈ એલ.એ.પરમાર સાથે કાલોલ ટાઉન પોલીસ જમાદાર ભાવેશભાઈ કટારીયા અને એ.એસ.આઇ નરેન્દ્રભાઈ શાળાની મુલાકાતે આ શિક્ષક દિન નિમિત્તે આવ્યા અને એક દિવસ માટે શિક્ષક બનેલા બાળકોને મોટીવેશન મળે તે માટે બાળકોને પુષ્પગુચ્છ સ્વાગત કરી બાળકોનું સન્માન કર્યું અને ભવિષ્યમાં દેશના નાગરિક તરીકેની સારી એવી સેવા આપી દેશ ,રાજ્ય, અને ગામનું ગૌરવ વધારો તેવી બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવી શાળાના આચાર્ય અને શિક્ષકગણ તેમજ કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને તેમના સ્ટાફે બાળકો નો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળાની નગર રક્ષક પીએસઆઈ એલ.એ.પરમાર ધ્વારા પંસદગી કરી નાના નાના બાળકો ને એક દિવસ ના શિક્ષક બનવાની તક અને થયેલ અનુભવ ની બાળકો સાથે ચર્ચા કરી અને પીએસઆઇ ધ્વારા તમામ બાળકોને સન્માન કરવામાં આવ્યું તે બદલ મંડળ ના પ્રમુખ અંજુબેન મહેતા તથા મંત્રી દિપ્તીબેન પરીખે પીએસઆઈ અને ટાઉન જમાદાર સાથે ઉપસ્થિત એ.એસ.આઇ. નો આભાર માન્યો હતો.








