આણંદ અલાના શાળા અને ચંચલદીપ વિદ્યાવિહાર માં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

આણંદ અલાના શાળા અને ચંચલદીપ વિદ્યાવિહાર માં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી
તાહિર મેમણ – આણંદ – 06/09/2024- અલાના પ્રાથમિક – માધ્યમિક શાળા – આણંદઆજરોજ *અલાના શાળા* માં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી તેમાં વિદ્યાર્થીઓ એ અલગ અલગ વિષય ના શિક્ષક બની ખુબ સુંદર રીતે શિક્ષક ની ભૂમિકા વિદ્યાર્થી મિત્રો એ ભજવી હતી તેમાં સુંદર રીતે અભ્યાસ જે વિદ્યાર્થી ઓ કરાવ્યો તે વિદ્યાર્થી ઓ ને ધોરણ 1 થી 8 માં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ અને 9 થી 12 માં પણ ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ નંબર આપી ઇનામ આપી વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા..
*અને વિદ્યાર્થીઓ એ શિક્ષક બની ને થયેલા અનુભવ રજૂ કર્યા હતા*
અંતે સમૂહ ભોજન લઇ કાર્યકમ ને પૂર્ણ કર્યો હતો… કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા પરિવારે પુરેપુ સહયોગ આપ્યો હતો.
ચંચલદીપ વિદ્યાવિહારમાં શિક્ષકદિનની ઉજવણી
ખંભાત તાલુકાના નાનાકલોદરાની હાઇસ્કુલ શ્રી ચંચલદીપ વિદ્યાવિહારમાં એક દિવસ માટે બનેલા શિક્ષકો દ્વારા શિક્ષણ જ્ઞાન અપાવાયુ. શાળાના ધોરણ ૮, ૯ અને 10 ના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક કાર્યની જવાબદારી ઉપાડી હતી. આ દરમિયાન એક દિવસના શિક્ષકોનું સ્વાગત ધોરણ ૫ની બાળાઓએ કર્યું હતું. કાર્યના શરૂઆતમાં શાળાના હંમેશા કાર્યરત રહેતા એવા શિક્ષિકા સૈયદ નાહિદાબેને પાંચમી સપ્ટેમ્બરનું મહત્વ સમજાવ્યું હતું.આ નિમિત્તે ધોરણ 10 ના બે વિદ્યાર્થીનીઓ પટેલ મુક્તિ અને બોડાણા હિતેશ્વરીએ શાળામાં આચાર્ય તરીકેની બખૂબી કામગીરી બજાવી હતી. સહ કર્મચારી તરીકે ધોરણ નવ ના વિદ્યાર્થીઓ રબારી સ્મિત અને ગરાસિયા ભુપેન્દ્રએ ફરજ બજાવી હતી. આ શિક્ષકોએ આત્મવિશ્વાસ સાથે નીડરતાપૂર્વક બાલમંદિરથી ધોરણ નવના વિદ્યાર્થીઓને શૈક્ષણિક જ્ઞાન આપ્યું હતું. વિદ્યાર્થીઓ તરફથી શિક્ષકોને અભિનંદન પાઠવતા કાર્ડ અને ગિફ્ટ ની વહેંચણી કરવામાં આવી હતી. શૈક્ષણિક કાર્યના અંતમાં શાળાના આચાર્યા ઇન્દ્રાબેન પટેલે શિક્ષક બનેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.




