

પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશકુમાર સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ શાળાના શિક્ષક તેજસકુમાર પટેલ દ્વારા બાળકોને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.સુણેવખુર્દ ક્લસ્ટરના સી. આર. સી. કૉ-ઓર્ડિનેટર વિજયભાઈ પટેલએ બાળકોને સમજ આપી હતી.જેમાં શાળાના શિક્ષક જનકકુમાર પટેલ પણ જોડાયા હતા.બાળકોએ શિક્ષક બની પોતાના અનુભવો રજૂ કર્યા હતા. શ્રી ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ મદ્રાસના તિરૂપતિ નામના ગામમાં તારીખ 5 -9 -1988 ના દિને થયો હતો.જગતમાં જ્ઞાન, કેળવણી અને શિક્ષણથી વધારે બીજું કાંઈ નથી એ જીવનમંત્રને પોતાનું જીવન વ્રત બનાવનાર હતા.ભારતના રાષ્ટ્રપતિ અને જ્ઞાન પુરુષ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન પોતાનો જન્મદિન શિક્ષક દિન તરીકે ઉજવાય એમ કહી જેમણે સમસ્ત દુનિયાના શિક્ષકોને ગૌરવ અપાવ્યું. બહુમુખી પ્રતિભા ધરાવતા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન સૌ પ્રથમ તો શિક્ષક હતા. કોઈપણ ભોગે સત્તા નહીં પરંતુ કોઈપણ ભોગે સેવા એમ જેઓ માનતા. એ પૂર્વ -પશ્ચિમના સેતુરૂપ વિચારક આજીવન તત્વજ્ઞ શિક્ષક, અસ્ખલિત વક્તા હતા. દર્શનશાસ્ત્રમાં એમ.એ.કરી તેઓ 21 વર્ષની ઉંમરે કેવો મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજના વ્યાખ્યાતા થયા હતા. ત્યાર પછી આંધ્રમાં બનારસ યુનિવર્સિટીના કુલપતિ, રશિયાના એલચી અને પછી 1962 માં ભારતના રાષ્ટ્રપતિ તરીકે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલ હતું.ભગવદગીતા અને ભારતીયદર્શન તેમના અદ્રિતીય ગ્રંથો છે. ટટ્ટારદેહ,મદ્રાસી પાઘડીવાળો,ભારતીય વેશ,હાથમાં ચબરખી રાખ્યા વિના સ્વસ્થ પ્રાસાદીક અસ્ખલિત અંગ્રેજી ભાષામાં મંત્રમુગ્ઘ વ્યાખ્યાન આપતા હતા.યંત્ર અને ટેકનોલોજીના ક્ષેત્રે આગળવધતા માનવમનને એની સાચી વિચારસંપત્તિ,ભારતીયદ્રષ્ટિનું અસરકારક અનુસંધાન મેળવી આપનાર અને સમજાવનાર ચિંતક શિક્ષક તેઓ હતા.શિક્ષક તરીકેના વિધાનુરાગ અને સંસ્કારિતાને કારણે રાધાકૃષ્ણન રાજપુરુષ બન્યા.છતાં રાજકારણના કાવાદાવાઓથી પર રહી શક્યા હતા.દુનિયાના વિવિધ દેશોમાં આદારપાત્ર બન્યા હતા. એક શિક્ષકમાંથી દેશના સર્વોચ્ચ સ્થાને બિરાજેલા તે સમગ્ર દેશ અને શિક્ષક સમુદાય માટે ગૌરવની વાત છે ઈ. સ.1975 માં 87 વર્ષની વયે અવસાન થયું હતું.શાળાના આચાર્યએ શિક્ષકદિન નિમિતે તિથિ ભોજન પણ કરાવ્યું હતું.
રિપોર્ટર: સમીર પટેલ…ભરુચ



