GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
પંચમહાલ જિલ્લા ભોઈ સમાજનું ગૌરવ વધારતા સમાજના શિક્ષકો.

તારીખ ૧૧/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
આજ રોજ ધ સ્કૂલ ઑફ સાયન્સ, પાલનપુર ખાતે નોલેજ વેલી ફાઉન્ડેશન, પાલનપુર દ્વારા આયોજિત ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન – 2026માં શિક્ષણ સાથે બાળ જીવન ઘડતરની સુંદર કામગીરી બદલ વીર શહીદ સુનિલકુમાર પટેલ પ્રાથમિક શાળા, બલુપુરાના શિક્ષકશ્રી મુકેશકુમાર સોમાલાલ મહેરા, સુખિયાપુરી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી નિષાદકુમાર રમણભાઈ ભોઈ તથા આશા શિક્ષણ કેન્દ્ર, મલાવના શિક્ષક શ્રીમતિ, પ્રિયંકાબેન જયેશભાઈ મહેરાનું સન્માન કરવામાં આવ્યું હતું. જે બદલ સમગ્ર પંચમહાલ જિલ્લા ભોઈ સમાજ અતિહર્ષ તથા ગર્વની લાગણી અનુભવે છે.






