GUJARATKUTCHMUNDRA

સપ્ટેમ્બર 2026 માં લેવાનાર ટેટ પરીક્ષા મુલતવી : 25 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2026 સુધી બાકી રહી ગયેલા ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવાની ગોલ્ડન તક 

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

સપ્ટેમ્બર 2026 માં લેવાનાર ટેટ પરીક્ષા મુલતવી : 25 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2026 સુધી બાકી રહી ગયેલા ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવાની ગોલ્ડન તક 

 

રતાડીયા, તા. ૨૬:

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (સીટેટ) 2026 ના સપ્ટેમ્બર સત્ર માટે ઓનલાઈન અરજી વિન્ડો ફરીથી ખોલવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે પાત્ર ઉમેદવારો અગાઉ ૧૧ મે થી ૧૦ જૂન દરમિયાન યોજાયેલી નોંધણી પ્રક્રિયામાં અરજી કરવાની અંતિમ તારીખ ચૂકી ગયા હતા, તેમને આ નિર્ણયથી અરજી કરવાની બીજી ગોલ્ડન તક પ્રાપ્ત થઈ છે. હવે રહી ગયેલા ઉમેદવારો ૨૫ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી સત્તાવાર વેબસાઈટ ctet.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.

અગાઉ આ ૨૨મી સીટેટ પરીક્ષા ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ યોજાવાની હતી અને ઓક્ટોબરના અંત સુધીમાં તેનું પરિણામ જાહેર કરવાની યોજના હતી, પરંતુ હાલ પૂરતી આ પરીક્ષા મોકકૂફ રાખવામાં આવી છે. માનનીય સુપ્રીમ કોર્ટે લાયક શિક્ષકોને નિર્ધારિત શિક્ષક પાત્રતા કસોટી (ટેટ) ની વૈધાનિક લાયકાત મેળવવા માટે વાજબી તક આપવાના નિર્દેશો આપ્યા બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ઉમેદવારોના વિશાળ હિતમાં આ નિર્ણય લેવાયો છે. જે ઉમેદવારોએ અગાઉ સફળતાપૂર્વક અરજી સબમિટ કરી દીધી છે, તેમણે ફરીથી ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં.

૧ સપ્ટેમ્બરના રોજ ઓનલાઈન અરજી પોર્ટલ બંધ થયા બાદ પરીક્ષાની નવી અને સુધારેલી તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે શિક્ષક ભરતીના નિયમો મુજબ પાત્રતા ધરાવતા ઉમેદવારોનું મૂલ્યાંકન કરવા માટે આ પરીક્ષા લેવાય છે. અત્યાર સુધીમાં ૨૧ વખત સી ટેટની પરીક્ષા સફળતાપૂર્વક યોજવામાં આવી છે, જેની છેલ્લી પરીક્ષાનું પરિણામ ૩૦ માર્ચ, ૨૦૨૬ ના રોજ જાહેર કરાયું હતું. તમામ ઉમેદવારોને પરીક્ષાના સમયપત્રક અને આગળના અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઈટ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!