મહીસાગર જિલ્લાના મસમોટા 123 કરોડના નળ સે જળ યોજના નાં કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને મળી વધુ એક આરોપી ને ઝડપ્યો.

મહીસાગર જિલ્લાના મસમોટા 123 કરોડના નળ સે જળ યોજના નાં કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને મળી વધુ એક આરોપી ને ઝડપ્યો…
આ કૌભાંડ નાં મુખ્ય
12 મુખ્ય આરોપી પૈકી ત્રીજાની ધરપકડ કરવામાં આવી છે.અગાઉ બે કર્મચારીની ધરપકડ થઈ ચૂકી છે
અમીન કોઠારી
મહીસાગર
લુણાવાડા સ્થિત વાસ્મો કચેરીના તત્કાલીન આસિસ્ટન્ટ મેકેનિકલ ને ઝડપી પાડવામાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને સફળતા મલતા અન્ય આરોપી ઓમા હડકંપ મચી જવા પામી છે.
આરોપી અલ્પેશ જયંતિસિંહ પરમારને સાઠંબા ખાતેથી સીઆઈડી ક્રાઇમ ની ટીમે ઝડપી પાડેલ છે. આ ધરપકડ કરેલ આરોપી અલ્પેશ પરમાર ને
સીઆઈડી ક્રાઇમ દ્વારા
લુણાવાડા કોર્ટમાં રજૂ કરી સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે આરોપી નાં રીમાનડ માંગતા અદાલતે આરોપી નાં બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી અલ્પેશ જયંતિસિંહ પરમાર દ્વારા કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી પરંતું કોર્ટે તે ફગાવી દીધી હતી
22 જૂને હાલના વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ બરોડા ખાતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે માં ફરિયાદ નોંધાવી હતી
સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે અત્યારસુધીમાં મુખ્ય 12 તત્કાલીન કર્મચારી પૈકી 3 કર્મચારી તેમજ કૌભાંડમાં સંડોવાયેલા ઇજારેદારો પૈકી 4 ઈજારદાર એમ મળી કુલ 7 કૌભાંડીઓને ઝડપી પાડ્યા છે
સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીથી હચમચી ગયેલા કૌભાંડીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા છે.ને ધરપકડના ડર થી નાસભાગ કરી રહેલ જોવા મળે છે .આ નલસેજલ યોજના નાં કૌભાંડમાં સંડોવાયેલા સરપંચો અને તલાટી ઓ પર પણ ટુંક સમયમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા સંકજો કસાય તેમ લાગી રહ્યું છે.
તસવીર.આરોપી અલ્પેશ જયંતિસિહ પરમાર



