થાનગઢ સીરામીક ઉદ્યોગના ગેસના ભાવમાં ફરી ભડકો થતા સીરામીક ઉદ્યોગકારોમાં રોષ ફેલાયો.
10 મહિનામાં ગેસના ભાવમાં રૂ.4નો વધારો ઝીંકી દેવાયો.

તા.06/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
10 મહિનામાં ગેસના ભાવમાં રૂ.4નો વધારો ઝીંકી દેવાયો.
સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢના સીરામીક ઉધોગ એ ગેસ આધારીત ઉધોગ છે જેમાં અવાર નવાર ભાવ વધારાને કારણે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે આ ગેસના ભાવમાં ફરી રૂ.2.5નો વધારો કરવાનો નક્કી કરવામાં આવતા સીરામીક ઉધોગમાં દર મહિને વાપરવામાં અવતા 2,50,000 કિલો ગેસના વપરાશને લઇ દર મહિને રૂ.1.87 કરોડથી વધુનો ગેસના ભાવ વધારાનો બોજો વધશે હજુ ઓક્ટોબર મહિનામાં 2 રૂપીયાના ભાવ વધારાથી ઉગરે પહેલા ફરી ભાવ વધારો સિરામીક ઉધોગને નુકશાન પહોંચાડશેની ભીતી સર્જાઇ છે થાનગઢમાં વર્ષ 1913 સોરાબ દલાલ ટાઇલ્સથી શરૂ થયેલો સિરામીક ઉધોગ દિવસે દિવસે વધતા હાલ 300થી વધુ એકમો સુધી પહોંચ્યો છે અહીં બનતા ઓરસિયા, કમળ, પોખરા, વેસ્ટર્ન પોખરા સાથે આધુનિક ગેડી સહિતની 100થી વધુ વસ્તુઓએ વિશ્વમાં જિલ્લાને ઓળખ આપી છે આ સીરામીક ઉધોગમાં શરૂઆતમાં કોલસા પછી કેરોસીન બાદમાં ઓઇલનો ઇંધણ તરીકે ઉપયોગ થતો હતો થાનમાં વર્ષ 2005માં ગુજરાત સરકારે એકમોને ગેસની લાઇન આપી હતી આમ ત્યારથી ગેસ લાઇનનો વપરાશ થાય છે હાલ થાનગઢમાં 2,50,000 લાખ કિલો ગેસનો વપરાશ છે ત્યારે 2005 ત્યારે 1 કિલો ગેસના રૂ.13 ભાવ હતો જેના કારણે સિરામીક ઉધોગને ઇંધણ મળતુ થયુ પણ સમાયાંતરે ભાવ વધારો ઉધોગને અસર કરી રહ્યો છે હાલ તાજેતરમાં ઓક્ટોબર માસમાં 2 રૂપીયાનો ભાવ વધારા સાથે આથી જે ગેસ રૂ.39.93ના ભાવે મળતો હતો તેના હવે રૂ. 42.18 ચુકવવા પડી રહ્યા હતા આ મારમાંથી સીરામીક ઉધોગ કળ્યો નથી ત્યાં ફરી ભાવ વધારો કરાતા ઉધોગકારોને હૈયા હોળી જેવી સ્થિતિ થઇ છે જેમાં ઉધોગને અપાતા ગેસના ભાવમાં 2.5નો વધારો કરવા સાથે 44.68 ભાવ થઇ ગયા છે રૂ.2.5નોભાવ વધારો આમતો સામાન્ય લાગે પરંતુ થાનના 300 કારખાનામાં 2,50,000 કિલો ગેસની વપરાશ થાય છે જે જોતા એક દિવસમાં ભાવ વધારાને કારણે રૂ.6,25,000 લાખ વધુ ચુકવવા પડશે આમ મહિને રૂ.1,87,50,000 કરોડનો આર્થિક બોજ વધી ગયો છે જે વર્ષે 2,25,000,000 જેટલો વધારાનો બોજો સીરામીમ ઉધોગ પર પડશે.




