માટીની આડમાં લઈ જવાતો રૂ.35.33 લાખનો મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી થરાદ પોલીસ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાતડાઉ ગામની સીમમાં આવેલ ભારતમાલા રોડ ઉપર “થર્ટી ફર્સ્ટ” અનુસંધાને થરાદ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમ્યાન રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રક ગાડી નંબર RI20GC2737 ની તપાસ કરતા માટીની આડમાં છુપાવવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
ટ્રકમાંથી નંગ-૩૮૮૮ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. ૧૫,૧૨,૮૪૦/- થાય છે. દારૂ સહિત અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ. ૩૫,૩૩,૮૪૦/- નો મુદ્દામાલ થરાદ પોલીસે ઝડપી પાડ્યો છે. આ સાથે ગાડી ચાલક તથા ખલાસીને સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યા હતા.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ (સરહદી રેન્જ કચ્છ-ભુજ) તથા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરયા સાહેબ દ્વારા જિલ્લામાં પ્રોહિબીશન તથા જુગારની પ્રવૃતિ નાબૂદ કરવા કડક કાર્યવાહી કરવા આપવામાં આવેલી સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એસ.એમ. વારોતરીયા, વિભાગીય પોલીસ અધિક્ષક, થરાદ વિભાગ તથા એ.ટી. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, થરાદ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ આ સફળ કાર્યવાહી કરવામાં આવી હતી.
પકડાયેલા આરોપીઓ સામે જી.પી. પ્રોહિબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. દારૂનો જથ્થો ભરાવનાર તથા મંગાવનાર વંટેડ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
પકડાયેલ આરોપીઓ:
બજરંગલાલ હનુમાનરામ પ્રજાપતિ (ઉ.વ. 50)
ધંધો: ડ્રાઈવિંગ
રહે. નીંબીજોધા, તા. લાડનુ, જી. ડીડવાના કુચામન, રાજસ્થાન
દિનેશરામ હરીરામ ખિચડ (જાટ) (ઉ.વ. 33)
ધંધો: મજૂરી
રહે. નીંબીજોધા, તા. લાડનુ, જી. ડીડવાના કુચામન, રાજસ્થાન
વંટેડ આરોપી:
જગદીશપ્રસાદ સુગણારામ બેરા (જાટ)
રહે. સીનવાદ લુકાશ, તા. લાડનુ, જી. ડીડવાના કુચામન, રાજસ્થાન
કામગીરીમાં જોડાયેલ અધિકારી/કર્મચારી:
એ.ટી. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, થરાદ
હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ વાલાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ હીરાભાઈ ભેમાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ શિવાભાઈ
સેંધાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ હરસેંગભાઈ વજેસંગભાઈ




