થરામાં માર્કેટયાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ..
થરામાં માર્કેટયાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ..

થરામાં માર્કેટયાર્ડમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ..
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મામાને ઘેર પિતા ઝવેરભાઈ પટેલ ને ત્યાં માતા લાડબાઈ ના કુખે ૩૧ મી ઓક્ટોમ્બર ૧૮૭૫ માં જન્મેલ (વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાઈ ન હતી પણતેમણે તેમની મેટ્રીક ની પરીક્ષાના પેપર વખતે ૩૧ ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લેખાવી હતી) અને ભારતના પહેલા ગૃહ મંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે સેવા પ્રદાન કરનાર, અખંડ ભારત ના સ્વપ્ન દ્રષ્ટા લોખંડી પુરૂષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે પ્રતિમાંને ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા એ.પી.એમ.સી.ખાતે વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી,બનાસબેંકના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ, વહેપારી એશોસીએસનના ઉપ પ્રમુખ ભાવેશભાઈ પ્રજાપતિ તેમજ મહાનુભાવોના વરદ હસ્તે ફુલ હાર પહેરાવી કંકુ તિલક કરી પુષ્પ અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. “સરદાર પટેલ અમર રહો”ના નારા લગાવવામાં આવ્યા હતા અને “જયઘોષ” કરવામાં આવ્યો હતો.આ કાર્યકમમાં કરશનભાઈ પટેલ, સેક્રેટરી હસમુખભાઈ આર. ચૌધરી,આસી સેક્રેટરી સંજયભાઈ ચૌધરી,નિરંજનભાઈ ઠક્કર,દિલીપભાઈ ઠક્કર (દેસાઈ),દિનેશભાઈ પ્રજાપતિ ઝોટાડા,સોમાભાઈ પ્રજાપતિ કાકર સહિત માર્કેટયાર્ડના વહેપારીઓ તથા કર્મચારી ગણ હાજર રહ્યા હતા.
નટવર. કે. પ્રજાપતિ , થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

 
				





