DAHODGUJARAT

સંજેલી તાલુકાના વાણિયાઘાટી થી ચમારિયા રોડ બની રહેલ રોડ પર ગામના જાગૃત નાગરિક દિલીપકુમાર મકવાણાની કાર મેટલમા ફસાઈ 

તા.૧૬.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી તાલુકાના વાણિયાઘાટી થી ચમારિયા રોડ બની રહેલ રોડ પર ગામના જાગૃત નાગરિક દિલીપકુમાર મકવાણાની ગાડી ફસાઈ

સંજેલી તાલુકામાં આવેલ વાણિયાઘાટીથી ચમારિયા રોડ પર નવીન ડામર રસ્તો બનવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ એકદમ ધીમી ગતિએ કામ ચાલી રહેલ છે ત્યારે આ રસ્તા પર થી સંજેલી બજારમાં જવાનું હોવાથી ગામના જાગૃત નાગરિક પોતાની અરટિગા ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ પર કપસી નાખેલ છે પણ ઝીણી ક્રોકિટ નાખવામાં આવેલ ન હોવાથી ગાડી ફસાઈ ગઈ હતી. એક કલાક ની મહેનત બાદ જેમતેમ કરીને ગાડી બહાર કાઢવામાં આવી હતી. તાયરોને નુકશાન પણ થયું હતું. તેથી તમામ નાગરિકો સુવિધાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આ રોડ નું કામ પૂર્ણ થાય એવી લાગણી અને આશા રાખવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!