ARAVALLIGUJARATMEGHRAJMODASA

ઇસરી મહાકાલી મંદિરનો 24 મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ઇસરી મહાકાલી મંદિરનો 24 મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

મેઘરજ તાલુકાના ઇસરી ગામે આવેલ મહાકાળી માતાના મંદિરમાં 24 મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહાકાળી માતાની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષ 2002માં કરવામાં આવી હતી અને આ વર્ષે મંદિરને 24 વર્ષ પૂર્ણ થતા વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામમાં માતાજીનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. ત્યારબાદ મંદિર પરિસરમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન યોજાયો હતો.ઉજવણીના ભાગરૂપે મહા મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામજનો અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિ અને શ્રદ્ધાના વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

Back to top button
error: Content is protected !!