થરા ખાતે ધી થરા વિભાગ ના.શરાફી સ.મંડળી લિ.ની ૨૮ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ..
થરા ખાતે ધી થરા વિભાગ ના.શરાફી સ.મંડળી લિ.ની ૨૮ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ..

થરા ખાતે ધી થરા વિભાગ ના.શરાફી સ.મંડળી લિ.ની ૨૮ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ..
————————————
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા ધી થરા વિભાગ ના.શરાફી સ.મંડળી લિ.,ની ૨૮ મી વાર્ષિક સાધારણ સભા શ્રી જલારામ મંદિર પરિસર મા ૨૬ મી જુલાઈ ૨૦૨૬ ને રવિવારના રોજ સંસ્થાના ચેરમેન અરવિંદભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને સ્થાપક ડીરેકટર વડીલ હીરાભાઈ જોષી,મેને.ડીરેકટર કિશોરભાઈ ઠક્કર,ડિરેક્ટર નિરંજનભાઈ ઠક્કર,પાલિકા પૂર્વપ્રમુખ વસંતજી ઘાંઘોસ, ઓગડ તાલુકા ખરીદ-વેચાણ સંઘના નવનિયુકત ડીરેકટર ઉમેશભાઈ પ્રજાપતિ ની ઉપસ્થિતિમા યોજાઈ હતી. દિપ પ્રાગટય કરી મેનેજર તરૂણભાઈ ઠકકરે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા.સંસ્થાના સ્થાપક આંતરિક ઓડિટર દેવાભાઈ દેસાઈ સહીત ચાલુ વર્ષે મંડળીના જે સભાસદો અવસાન પામેલ તેવા દિવંગત આત્માઓની શાંતિ માટે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું.સંસ્થાના મેનેજર તરૂણભાઈ ઠક્કરે વાર્ષિક હિસાબનો અહેવાલ રજૂ કરેલ.ચાલુ વર્ષે મંડળીએ રૂ.૧૯,૦૯,૭૦૫/- નફો કરેલ જે સંસ્થાની પ્રગતિ બતાવે છે. ચેરમેને ચાલુ સાલે સભાસદોને ૧૫ % ડીવીડન્ડ આપવાની જાહેરાત કરેલ,સંસ્થા પર વિશ્વાસ મુકવા બદલ સભા સદોનો આભાર માન્યો હતો. ડીરેકટર એવમ ઓગડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નિરંજનભાઈ ઠક્કરે જણાવેલ કે પરમ વંદનીય પૂ.સદારામ બાપાના વરદ હસ્તે આ સંસ્થાની સ્થાપના થયેલ આ સંસ્થાના વિકાસ માટે પ.પૂ. મારા પિતા વંદનીય સ્વ. અચરતબાપા એ ૧૧૫ સભાસદોથી શરૂઆત કરેલ.૨૫ વર્ષ સુધી મહેનત કરીને આ સંસ્થાને અગ્રીમ હરોળમાં લાવતા હાલ સભાસદોની સંખ્યા ૨૩૩૨ છે.આપ સહુના સહકારથી મંડળી હજૂખૂબજ આગળ વધારીએ અને સેવાકાર્ય આગળ ધપાવીએ. આ પ્રસંગે વિજયભાઈ ઠક્કર, આંતરિક ઓડિટર્સ પ્રહલાદભાઈ પુજારા, દેવકરણભાઈ દેસાઈ, બબાભાઈ દેસાઈ,તાણાના પૂર્વસરપંચ દશરથભાઈ ઠક્કર,લલિતભાઈ કોટક, મીડિયા કર્મી નટવરભાઈ પ્રજાપતિ તેમજ સભાસદ મિત્રો ઉપસ્થિત રહેલ.
નટવર કે. પ્રજાપતિ,થરા
મી. 99795 21530







