GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ત્રાજપર ખારીમાં જૂની અદાવતનો બે યુવકો પર ધારીયા અને કુહાડી વડે જીવલેણ હુમલો 

 

MORBI:મોરબીના ત્રાજપર ખારીમાં જૂની અદાવતનો બે યુવકો પર ધારીયા અને કુહાડી વડે જીવલેણ હુમલો

મોરબીના સામાકાંઠે આવેલા ત્રાજપર ખારી વિસ્તારમાં જૂની માથાકૂટની અદાવત રાખીને ચાર શખ્સોએ બે યુવકો પર ધારીયા, કુહાડી અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ હુમલામાં એક યુવકના હાથની આંગળી કપાઈ ગઈ છે, જ્યારે અન્ય એક યુવકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચાર હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ, મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા ૩૦ વર્ષીય ગોવિંદભાઈ ધીરૂભાઇ સુરેલાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગોવિંદભાઈ અને તેમના સાથી દીપક દેથરીયા બંને ત્રાજપર ખારી ચોરા પાસે હાજર હતા. તે દરમિયાન ત્યાં રહેતા રાધવ ઉર્ફે હકાભાઇ કુંવરીયા, કપીલ કુંવરીયા, રોહીત ઉર્ફે બાડો ટીડાણી અને દિકુ કોળી નામના ચાર શખ્સો ત્યાં ધસી આવ્યા હતા.

આરોપીઓએ દીપક દેથરીયાને “તે મારા ભત્રીજા ચીન્ટુ સાથે કેમ માથાકુટ કરી હતી?” તેમ કહીને બેફામ ભુંડી ગાળો આપવાનું શરૂ કર્યું હતું.બોલાચાલી ઉગ્ર બનતા જ આરોપીઓએ દીપક પર ધારીયા વડે હુમલો કરી તેને ઈજા પહોંચાડી હતી. આ જોઈને ગોવિંદભાઈ પોતાના સાથી દીપકને બચાવવા વચ્ચે પડ્યા હતા. પરંતુ ઉશ્કેરાયેલા હુમલાખોરો ગોવિંદભાઈ પર પણ તૂટી પડ્યા હતા. આરોપીઓએ ગોવિંદભાઈને ધારીયા અને કુહાડીના આડેધડ ઘા માર્યા હતા, જેમાં કુહાડીનો ઘા વાગતા ગોવિંદભાઈના ડાબા હાથની ત્રીજી આંગળી કપાઈ ગઈ હતી.

આટલેથી ન અટકતા, આરોપીઓએ લાકડાના ધોકા અને ઢીકાપાટુનો મૂઢમાર મારીને બંને યુવકોને ગંભીર લોહીલુહાણ કરી નાખ્યા હતા અને જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.ભોગ બનનાર ગોવિંદભાઈ સુરેલાની ફરિયાદના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ રાધવ ઉર્ફે હકાભાઇ કુંવરીયા ,કપીલ કુંવરીયા, રોહીત ઉર્ફે બાડો ટીડાણી ,દિકુ કોળી ,વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!