વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.
રાપર ,તા-૨૧ જૂન : ધોળાવીરા ખાતે ‘ યોગ ફોર વન અર્થ વન હેલ્થ’ ની થીમ સાથે ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ થકી આપણી આંતરિક સુખાકારી વધે છે. યોગએ તણાવમુક્ત, આરોગ્યપ્રદ જીવનશૈલી માટે ઉત્તમ ઉપાય છે. ત્યારે ઐતિહાસીક ધરોહર સમાન ધોળાવીરા ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં યોગસાધકોએ યોગાસનો કર્યા હતા.