GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના વિવિધ ગામોની પ્રાથમિક શાળાઓ ના નવીન ઓરડાનું ખાત મુહૂર્ત સાંસદ અને ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં યોજાયો

તારીખ ૧૯/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ શિક્ષણ થકી જ શક્ય છે એ ઉક્તિ ને યથાર્થ કરતા કાલોલ તાલુકાના રાબોડ,કંડાચ, હિંમતપુરા, ઝંખરીપુરા,ભાખર ની મુવાડી અને નેસડા ગામે પ્રાથમિક શાળાના નવીન મંજૂર થયેલ ઓરડાઓ નું ખાતમુર્હુતપંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની વિશેષ ઉપસ્થિતિ સાથે કરવામાં આવ્યું કાર્યક્રમમાં મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ,માજી તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, માજી મંડળ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ,જીલ્લા પંચાયત ના સભ્ય કૃષ્ણકાંત પરમાર,પ્રવિણસિંહ ચૌહાણ વિવિધ શાળાના આચાર્ય વિદ્યાથીઓ ગામના સરપંચ અગ્રણીઓ ની હાજરીમાં કરાયુ હતુ.







