GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના પીંગળી ગામની 19 વર્ષ પહેલાં જમીન ખેડવાના વિવાદમાં કોર્ટના ચુકાદો આવતા આરોપીને ત્રણ માસની સજા અને 1000 નો દંડ ફટકાર્યો.

 

તારીખ ૧૯/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ કોર્ટમાં 19 વર્ષ પહેલાં કાલોલ પોલીસ સ્ટેશનમાં પીંગળીની મુવાડી (ખડકી) ગામમાં જમીન ખેડવાના વિવાદની ફરિયાદીએ આરોપી નરવતભાઈ બેચરભાઈ ગોહિલને તેમના ભાગની જમીન ખેડવાની ના પાડતાં આરોપી નરવત બેચરભાઈ ગોહિલે ફરિયાદી મહિલા શાંતાબેન સાથે ઝઘડો કરીને મારામારી કરતા ઉશ્કેરાઈ જઈને આરોપીએ ખેતીકામમાં વપરાતી પંજેઠી વડે ફરિયાદી શાંતાબેનને માથાના કાનના ભાગે મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જે ઘટના અંગે ફરિયાદીએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.જે ફરિયાદના આધારે તેમનો કેસ કાલોલ જયુડિશયલ કોર્ટમાં ચાલી જતા 19 વર્ષ પહેલાંની લડતને અંતે ફરિયાદી પક્ષના સરકારી વકીલ આર કે રાઠોડની ધારદાર દલીલો અને સાંયોગિક પુરાવાને આધારે તાજેતરમાં એડી ચીફ જયુડિશયલ મેજીસ્ટ્રેટ ફિરોઝખાન પઠાણે આરોપી નરવતભાઈ બેચરભાઈ ગોહિલ (રહે. પીંગળીની મુવાડી (ખડકી, તા.કાલોલ) ને કસુરવાર ઠેરવી ૩ માસની સજા અને રૂ. ૧૦૦૦ નો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે.

Back to top button
error: Content is protected !!