નરેશપરમાર. કરજણ –
વડોદરા જિલ્લા પંચાયત બેઠકમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલની રજૂઆત
વડોદરા જિલ્લા પંચાયત બેઠકમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલની દ્વારા રોડ રસ્તા તેમજ અનેક કામો ની રજૂઆત કરવામાં આવી
વડોદરાના સાંસદ ડોક્ટર ડેમાંગ જોશીની અધ્યક્ષતામાં વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલી દિશા કમિટીની બેઠકમાં કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે જણાવ્યું કે અમારા વિસ્તારમાં નેશનલ ડાઇવેના બ્રિજ રિપેરિંગ, રેલવેના કરજણ ઓવરબ્રિજના કારણે લોકોને પડતી અવરજવરની તકલીફ, પીએમએવાયના વંચિત લાભાર્થીઓનો સમાવેશ, મનરેગા યોજનાના અટકેલા માટી મેટલના રસ્તાઓ, અધૂરા આંગણવાડી અને પંચાયત ઘરો તથા શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરી છે. આ બેઠકમાં બ્રિજ પરના ટ્રાફિક જામ મામલે ઉનાળામાં વાહન વ્યવહાર સામાન્ય રહે તે રીતે કામગીરી કરવા સૂચના અપાઈ.