AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ધોધમાર વરસાદ પડતાં જિલ્લાનો વાતાવરણ આહલાદક બન્યો..

વાત્સલ્યમ સમાચાર
ડાંગ
ડાંગ જિલ્લામાં રવિવારે રાત્રીનાં અરસામાં તેમજ સોમવારે દિવસ દરમ્યાન વરસાદી માહોલ જામ્યો હતો.ડાંગ જિલ્લાનાં મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેમાં વઘઈ,આહવા,સુબીર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા પાણીની રેલમછેલ ફરી વળી હતી.જ્યારે સાપુતારા ખાતે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારથી ડાંગ જિલ્લામાં વરસાદની પધરામણી જોવા મળી હતી.સોમવારે આહવા,વઘઈ,સુબીર સહિતના  વિસ્તારમાં વરસાદે માઝા મૂકી છે.ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ ઊભી થઈ હતી.સાથે અમુક પંથકોમાં વૃક્ષો પણ ધરાશયી થયા હતા.જેના પગલે વીજળી ડુલ થઈ ગઈ હતી.ડાંગ જિલ્લાનાં અમુક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા જંગલ વિસ્તારમાંથી નીકળતા નાનકડા જળધોધ સક્રિય બનતા વાતાવરણ મદમળત બન્યુ હતુ.ડાંગ જિલ્લાના આહવા,વઘઈ, સુબીર  સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન થયુ છે.ત્યારે વરસાદી માહોલનાં પગલે ખેડૂતોએ ઓરેલ મોંઘા ડાંગરનાં બીને જીવતદાન મળતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.સોમવારનાં રોજ 4 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનાં બે કલાક દરમ્યાન આહવા પંથકમાં 22 મીમી ,વઘઈ પંથકમાં 18 મીમી અને સુબીર પંથકમાં 8 મીમી વરસાદ નોંધાયો હતો.અને સાપુતારા ખાતે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો.સોમવારે સાંજનાં સમયે વરસાદ વરસતા સમગ્ર ડાંગ જિલ્લામાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 05 મિમી,વઘઇ પંથકમાં 25 મિમી અર્થાત 1 ઈંચ,આહવા પંથકમાં 41 મિમી અર્થાત 1.64 ઈંચ,જ્યારે સૌથી વધુ સુબિર પંથકમાં 72 મિમી અર્થાત 2.88 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..

Back to top button
error: Content is protected !!