MORBI:મોરબીમાં મોબાઈલને માધ્યમ બનાવી સગીરને વ્યાજના ચક્કરમાં ફસાવનાર ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંઘાઈ
MORBI:મોરબીમાં મોબાઈલને માધ્યમ બનાવી સગીરને વ્યાજના ચક્કરમાં ફસાવનાર ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંઘાઈ
મોરબીમાં વાલીઓ માટે લાલબત્તી જેવા કિસ્સામાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતા સગીરને આઈફોન મોબાઇલ ફોન વાપરવો મોંઘી પડીયો.
મળતી માહિતી મુજબ મૂળ નેસડા ખાનપરના વતની હાલ રવાપર રોડ ગોલ્ડન માર્કેટ સામે શ્યામપાર્ક-૧ માં રહેતા ચેતનભાઇ મનજીભાઇ ચીકાણી ઉવ.૩૯એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી (૧)દેવ અશોકભાઇ પનારા રહે.શકિત ટાઉનશીપ રવાપર ઘુનડા રોડ મોરબી (૨)જયરાજભાઇ રમેશભાઇ જારીયા રહે.રવાપર ઘુનડા રોડ ઉમીયાનગર પાસે મોરબી (૩)કિશન ગઢવી રહે.કાલીકા પ્લોટ મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદીનો દીકરો માનસ ધોરણ ૧૧ માં અભ્યાસ કરે છે ત્યારે આજથી ૧૫ દિવસ પહેલા માનસ તેના મીત્ર જગદીશ ચીખલીયા પાસેથી આઇફોન એક્સ મોબાઇલ ફોન વાપરવા માટે લઇ આવેલ હતો અને આ આઇફોન એકસ મોબાઇલની ડીસપ્લે તુટી ગયેલ હતી જેથી આ મોબાઇલ માનસ તેના મિત્ર જગદીશને પાછો આપવા ગયેલ ત્યારે કહેલ કે મોબાઇલની ડીસપ્લે તુટી ગયેલ છે તો તેનો ખર્ચો આપવો પડશે જેથી આ મોબાઇલ ક્રીષ્ના મોબાઇલ શોપમાં ૬૫૦૦/- રૂપિયામાં મોબાઇલ રીપેરીંગ થઇ જતા માનસે તેના મીત્રને આ મોબાઇલ પરત આપી દીધેલ હતો અને તે મોબાઇલ અન્ય મિત્ર શુભ અમૃતીયાએ થોડા દીવસમાં મોબાઇલના મૂળ માલીક જયરાજભાઈ જારીયાને આપી દીધેલ હતો.
આ પછી વ્યાજખોરોએ પોતાની મેલી મુરાદ પાર પાડવા પૂર્વ આયોજિત રૂપિયા પડાવવા આઠેક દીવસ પહેલા માનસ ક્રીકેટ એકેડમી ક્લાસમાંથી ઘરે આવતો હતો ત્યારે આ જયરાજભાઈ જારીયા તથા જગદીશ ચીખલીયા તથા દેવ પનારાએ રવાપર ગામ ખાતે આવેલ જયરાજ જારીયાના ઘર પાસે ઉભો રાખેલ અને કહેલ કે મોબાઈલની સ્ક્રીન તોડી નાખેલ હોય તે મોબાઇલના રૂપીયા – ૪૦,૦૦૦/- તારે આપવા પડશે તેમ વાત કરતા માનસે આરોપી જયરાજભાઇ જારીયાને કહેલ કે મોબાઇલ પરત આપી દીધેલ છે તો મારે શેના માટે રૂપીયા આપવાના તેમ કહેતા આરોપી જયરાજે માનસને ધમકી આપતા માનસે કહેલ કે મારી પાસે રૂપીયા નથી ત્યારે આરોપી દેવ પનારાએ માનસને રૂ. ૪૦,૦૦૦/- માસીક ૩૦ ટકા વ્યાજે જયરાજભાઈ જારીયા પાસેથી લઇને આપેલ હતા. ત્યારે વ્યાજપેટે રૂપીયા ૧૦૦૦/- લેખે આઠ દીવસ સુધી વ્યાજ લીધેલ હોય.આથી અતિ ગભરાઈ ગયેલા માનસે પોતાના પિતા ફરિયાદી ચેતનભાઈને સમગ્ર બાબતે વાત કરતા ચેતણભાઈએ તેના મિત્રને સાથે રાખી આરોપી જયરાજભાઈને આજથી ચારેક દીવસ પહેલા મુદ્દલ તરીકે સંપૂર્ણ રૂપિયા ૩૦,૦૦૦/- આરોપીને ચૂકવી આપવા છતાં આરોપી જયરાજભાઇએ ચેતનભાઈને ફોન કરી કહેલ કે ‘તમે મારા માણસ દેવ પનારાને શું કામ ખીજાણા તેમ કહી ફોન કરીને ગાળો આપી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને બાદમાં આરોપી કિશન ગઢવી નામના વ્યકિતએ ચેતનભાઈને મોબાઇલ ઉપર ફોન કરી કહ્યું કે તારા દીકરાએ મારી પાસેથી રૂપીયા ૧,૦૦,૦૦૦/- લીધેલ છે તેવી ખોટી વાત કરી રૂપીયાની ઉઘરાણી કરી વધુ રૂપિયાની માંગણી કરી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે સમગ્ર મામલે ફરિયાદી ચેતનભાઈએ કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ ત્રણેય આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ નાણા ધીરધાર અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.