GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

તરણેતરનો મેળો સૌથી સારો, સૌથી વધુ મજા અહીં આવે છે – ભૂપતભાઈ વઢિયારા

ભાતીગળ મેળો અનેક લોકો માટે રોજગારીનું માધ્યમ બન્યો

તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ભાતીગળ મેળો અનેક લોકો માટે રોજગારીનું માધ્યમ બન્યો

પાંચાળ પંથકમાં યોજાતો તરણેતરનો ભાતીગળ મેળો અનેક લોકો માટે રોજગારીનું માધ્યમ બન્યો છે આ મેળામાં ખાણીપીણીમાં મગફળી, મકાઈ, ચણા જોર ગરમ, બરફના ગોલા સહિત અનેક ખાદ્ય વસ્તુઓ, વિવિધ પ્રકારના હાથ બનાવટના લાકડાના રમકડાથી લઈને પ્લાસ્ટિકના રમકડાં, ઘર વપરાશ માટે પાટલા, વેલણ સહિત લાકડાની બનાવટની વસ્તુઓ, લોઢાના તાવેથા, કડાઈ વગેરે, કપડાં, અત્તર, મહિલાઓ માટે શૃંગાર અને ઘર સજાવટની વસ્તુઓ, ટેટુઝ, ચકડોળ સહિત અનેકવિધ રીતે લોકો કમાણી કરી રહ્યા છે મેળામાં ચણા જોર ગરમ વેચતા ભૂપતભાઈ વઢિયારા આ મેળાને સૌથી સારો ગણાવે છે મૂળ બનાસકાંઠા જિલ્લાના ભૂપતભાઈ વઢિયારા હાલ રાજકોટમાં રૈયા રોડ પર રહે છે તે પરિવાર સાથે ફ્રૂટ ડીશ તેમજ ચણા જોર ગરમ વેચીને ગુજરાન ચલાવે છે હાલ તેઓ પત્ની, બાળકો સાથે તરણેતરના મેળામાં ધંધો કરવા માટે આવ્યા છે અને અહીં થતી કમાણીથી તેઓ ખૂબ ખુશ છે તેમણે જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતમાં યોજાતા વિવિધ મેળાઓમાં ધંધો કરવા માટે જાય છે પણ સૌથી વધુ મજા તરણેતરના મેળામાં આવે છે અહીં તેમને ધંધો કરવા માટે સ્ટોલ પણ વિનામૂલ્યે મળ્યો છે એક પણ પૈસો કોઈને આપવો નથી પડ્યો અને શાંતિથી તેઓ ધંધો કરી શકે છે અહીં બધી સુવિધા સારી છે પોલીસની સુરક્ષા પણ સારી છે કોઈ બીક નથી સફાઈ પણ સરસ રીતે થતી હોવાનું તેમણે ઉમેર્યું હતું જ્યારે તેમના પત્નીએ પણ કહ્યું હતું કે આ મેળામાં સૌથી વધુ મજા આવે છે અહીં રાવટીઓમાં જમવા સહિતની સારી વ્યવસ્થા છે આ મેળામાં થતી કમાણીથી તેઓ ખુશ છે અને આ મેળાના આયોજન માટે ગ્રામ પંચાયત તેમજ અન્ય વ્યવસ્થાઓ માટે જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારનો આભાર માને છે.

Back to top button
error: Content is protected !!