
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૨૯ ઓગસ્ટ : કચ્છમાં ડીપ ડિપ્રેશનના કારણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નાગરિકોની જાન – માલની સુરક્ષા માટે વહીવટી તંત્ર, પોલીસ તંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે. ભુજમાં એક તરફ હમીરસર તળાવ ઓગની ગયું હતું ત્યાં બીજીતરફ તળાવ નજીક અસ્થિર મગજની મહિલા રસ્તામાં બેહોશ હોવાની જાણ જાગૃત નાગરિક દ્વારા મહિલા પોલીસને કરવામાં આવતા મહિલા પોલીસની ટીમ તત્કાલ ઘટના સ્થળે પહોંચીને બેહોશ મહિલાને માનવ જ્યોત સંસ્થાની મદદથી સુરક્ષિત જગ્યાએ ખસેડાઇ હતી.



