કાલોલ નગરમાં પનુએલ મેથોડીસ્ટ ચર્ચ ખાતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ ની ઉજવણી ભાવપૂર્ણ રીતે કરવામાં આવી.

તારીખ ૨૫/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં 25 ડિસેમ્બર 2025 નાં રોજ ક્રિસમસના પવિત્ર દિવસે પનુએલ મેથોડીસ્ટ ચર્ચ ખાતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ભજન સેવા અત્યંત ભાવપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સેંકડો ભક્તોની હાજરીમાં ચર્ચને લાઈટો, સ્ટાર અને મીણબત્તીઓથી સજાવવામાં આવ્યું હતું, અને દરેકના હૃદયમાં પ્રેમ અને શાંતિનો સંદેશો ગુંજી રહ્યો હતો.સાથે આજનો દિવસ એટલે માત્ર તહેવાર નથી એ તો પ્રેમ, શાંતિ અને આશાનો દિવસ છે. ઈસુનો જન્મ આપણને શીખવે છે કે દરેક વ્યક્તિને પ્રેમ કરો, દરેકને માફ કરો, અને દરેકને સેવા કરો.પા.કમિટી અને ડી.લે લીડર પિયુષભાઈ પરમાર મંડળીના સભ્યો સાથે ક્રિસમસ કેક કાપીને ઉજવણી કરીને બાળકોને ભેટ અને પ્રસાદ આપી વૃદ્ધોને સન્માન આપવામાં આવ્યું હતું જ્યાં સ્થાનિક પાસ્ટર સાહેબ રેવ. બ્રોમવેલ ઇઝરાયેલ દ્વારા પ્રેમનો સંદેશો આપતા જણાવ્યું હતું કે ઈસુ ખ્રિસ્તનો જન્મ આપણને શીખવે છે કે પ્રેમ, સેવા અને માફીનો માર્ગ અપનાવવો. આ ક્રિસમસ આપણા જીવનમાં નવી આશા, નવું અજવાળું અને નવો સંકલ્પ લઈને આવ્યો છે. તેવો ઉપદેશ આપ્યો હતો.






