GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના નેવરીયા ગામની કરાડ નદીના વહેતા પાણીમાં સંખેડા ગામના ૨૮ વર્ષીય યુવાનની લાશ મળી.

 

તારીખ ૨૮/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

પ્રાપ્ત વિગત અનુસાર સંખેડા નવાપુરા લીઝ ફળીયા ખાતે રહેતા આકાશભાઈ અર્જુનભાઈ બારીયા ઉ.વ. ૨૮ ગઇ તારીખ ૨૪/૦૯/૨૦૨૫ ના રોજ સવારના દસેક વાગ્યે તેઓના ઘરેથી પોતાની નોકરી ઉપર નસવાડી ખાતે ગયેલ અને જ્યાંથી તે પાવાગઢ જતા દરમ્યાન તેના મિત્ર શૈલેશ સઠવાને તારીખ ૨૪/૦૯/૨૦૨૫ ના બપોરના પોણા ચારેક વાગ્યે જાબુઘોડા ખાતે મળી પાવાગઢ જવાનું કહી જાંબુઘોડાથી નીકળી કોઈપણ અગમ્ય કારણોસર ગતરોજ તારીખ ૨૬/૦૯/૨૦૨૫ ના બપોરના ચારેક વાગ્યાના અરસામાં કાલોલ તાલુકાના રતનપુરા ગામથી નેવરીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ કરાડ નદીના પુલ નીચે કસડ નદીના વહેતા પાણીમાંથી મરણ ગયેલ હાલતમાં મળી આવતા આકાશ બારીયા ની લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.

Back to top button
error: Content is protected !!