તા.૨૩.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના તોરણીયા ગામમાંથી પ્રાથમિક શાળામાંથી મળેલી ધોરણ.૧ ની વિદ્યાર્થીની લાશનો ભેદ ઉકેલાયો પ્રિન્સિપાલ જ વિદ્યાર્થીનીનો હત્યારો નીકળ્યો
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોયણી ગામેથી પ્રાથમીક શાળામાંથી ધોરણ ૦૧માં અભ્યાસ કરતી ૦૬ વર્ષિય માસુમ બાળાના મૃતદેહ મળી આવેલ મૃતદેહ પ્રકરણમાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યાં હતો ત્યારે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કરતાં પોલીસ તપાસમાં આરોપી હત્યારો શાળાનો આચાર્ય જ નીકળતાં જિલ્લા ભરમાં ચકચાર સાથે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા બાળકીને મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવતાં આચાર્ય સામે લોકોએ ફીટકાર વરસાવ્યો હતો. માસુમ બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા તે પ્રયાસમાં આચાર્ય નિષ્ફળ જતાં બાળકીનું મોં દબાવી માસુમને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી.દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ચકચાર મચાવી મુકનાર ઘટના દાહોદના સીંગવડ મુકામે સામે આવી છે જેમાં ત્રણ દિવસ પહેલા સીંગવડના તોયણી ગામે આવેલ પ્રાથમીક શાળામાંથી ધોરણ ૦૧માં અભ્યાસ કરી માસુમ ૦૬ વર્ષિય બાળકીનો મૃતદેહ પ્રાથમીક શાળામાંથી સાંજના ૦૬ વાગ્યાના આસપાસ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બાળકીનું મોં દબાવી મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યાે હતો જેમાં દાહોદ એલસીબી પોલીસ સહિતની ટીમે જુદી જુદી ટીમો બનાવી શાળામાં તપાસ હાથ ધરી હતી તે ઉપરાંત ડોગ સ્કોવર્ડ ઝીણવટ પુર્વક તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. મૃતક બાળકીની માતા દ્વારા પોતાની પુત્રીને શાળાના આચાર્ય ગોવિંદ સાથે તેની ફોર વ્હીલર ગાડીમાં શાળાએ જવા તે દિવસે મોકલી હતી. આં અંગેની જાણ પોલીસને તથાં પોલીસે આચાર્યની તેમજ શાળાના શિક્ષકોની પુછપરછ કરતાં પ્રથમ તબક્કે આચાર્ય ગોવિંદે જણાવ્યું હતું કે, બાળકીને હું મારી ગાડીમાં બેસાડીને શાળામાં લાવેલ હતો પરંતુ ત્યારબાદ ગાડીમાંથી ઉતરી કંઈ બાજુ ગયેલ તેની પોતાને ખબર નથી અને હું મારી રોજીંદી કામગીરીમાં લાગી ગયેલ અને શાળઆમાં છુટ્યાં બાદ મારા ઘરે જતો રહેલ તેમ આચાર્ય ગોવિંદે ઢોંગ કરી પોલીસને ગેરમાર્ગે દોરી હતી. જે વાત પોલીસને ગળે ન ઉતરતાં જેથી પોલીસે તેના મોબાઈલ ફોનનું ટેકનીકલ એનાલીસીસી કરતાં જેમાં બાળકીને જે સ્થળેથી બેસાડેલ ત્યાંથી શાળામાં આવવા માટે લાગતા રોજીંદા સમય કરતાં બનાવના દિવસે વધારે સમય લાગલે તેમજ કોલ રેકોર્ડ આધારે આચાર્યને ઉંડાણપુરવ્ક અને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં આચાર્ય પોલીસની પુછપરછમાં ભાંગી પડ્યો હતો અને તેણે કબુલ્યુ હતું કે, પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યાં બાદ બાળકી સાથે છેડછાડ તેમજ અડપગલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરવા જતા બાળકી બુમાબુમ કરવા લાગેલ જેથી બાળકીનું મોઢુ દબાવી દેતા બાળકી બેભાન થઈ ગયેલ જેને પોતાની ગાડીની પાછળની સીટમાં મુકી શાળામાં લઈ આવ્યો હતો અને બાળકીને ગાડીમાં લોક કરી મુકી રાખી હતી અને શાળા છુટ્યાં બાદ પરત જતી વખતે આચાર્ય પોતાની જાતે બાળકીને શાળાના ઓરડા અને કંમ્પાઉન્ડ દિવાલની વચ્ચે મુકી આવ્યો હતો અને તેની સ્કુલ બેગ તથા ચપ્પલ તેના વર્ગખંડ બહાર મુકી દીધેલ હતો.આમ, બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં અસફળ થયેલ આચાર્ય ગોવિંદ નટે માસુમ ૦૬ વર્ષિય બાળકીનું મોઢુ દબાવી મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવતાં ગ્રામજનો તેમજ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મામલાની કહીકત સામે આવતાં મૃતક બાળકીના પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી