પાવાગઢ – વાઘોડિયા તાલુકાના ખેડૂતનો મૃતદેહ પાવાગઢ દિગંબર જૈન મંદિર પરિસર માંથી મળી આવ્યો,પોલીસે તપાસ હાથ ધરી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૭.૩.૨૦૨૫
આથી ત્રણ દિવસ પહેલા રાત્રી ના સમયે ખેતરમાં પાણી મુકવા જાઉં છું તેમ કહી નીકળેલા વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામના યુવાનની લાશ યાત્રાધામ પાવાગઢ માં આવેલ જૈન મંદિર પરિષદમાં થી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પાવાગઢ પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોત નો ગુનો નોઘી મૃતક નું હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.બનાવ ની પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામના રાજા ફળિયામાં રહેતા સંજયભાઈ રામાભાઈ ચૌહાણ તા.15 મી માર્ચ ના રોજ રાત્રીના આઠ વાગ્યાના સમયગાળા દરમ્યાન ઘરેથી ખેતરમાં પાણી મુકવા જાઉં છું તેમ કહી ગયો હતો. ઘરેથી નીકળ્યા પછી સંજયભાઈ મોડી રાત્રે કે સવારે ઘરે પરત નહિ ફરતા તેના પરીવારજનો તેની શોધખોળ કરતા હતા.દરમ્યાન યાત્રાધામ પાવાગઢ ની તળેટીમાં આવેલ જૈન મંદિર ના કમ્પાઉન્ડમાં એક અજાણ્યા યુવાન ની લાશ મળી આવતા પાવાગઢ પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરતાં અજાણ્યા યુવક ની ઓળખ છતી કરવાના પ્રયાસમાં એક મોબાઈલ નંબર મળી આવતા આ યુવાન અન્ય કોઈ નહિ પણ ત્રણ દિવસ પહેલા રાત્રી ના સમયે ખેતરમાં પાણી મુકવા જાઉં છું તેમ કહી નીકળેલા સંજયભાઈ રામાભાઈ ચૌહાણ હોવાનું બહાર આવતા તેના પરિવાર જાણો ઘટના સ્થળે અને હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા. પાવાગઢ પોલીસે મૃતકના પરિવારજનોની જાણવા જોગ ફરિયાદ નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.જોકે સંજય ના શરીર ઉપર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી.જેને લઇ પ્રાથમિક અનુમાન મુજબ હૃદયરોગના હુમલાથી મોત થયું હોવાની શક્યતા જણાઈ રહી છે.જો કે, રાત્રે ખેતરમાં જવાનું કહીને નીકળેલા સંજયભાઈ 24 કિલોમીટર દૂર પાવાગઢ કેવી રીતે પહોંચ્યા તે એક મોટો પ્રશ્ન છે.પોલીસ આ કેસમાં અકસ્માત,આત્મહત્યા કે અન્ય કોઈ અઘટિત ઘટનાની શક્યતાઓ ચકાસી રહી છે. જોકે સંજયભાઈના મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થાય તેમ લાગી રહ્યું છે.