
વિજાપુર ગાડલીયા લુહાર ડાભી સમાજનો પાવાગઢ વાળી મહાકાળી માતાનો નવચંડી હવન યજ્ઞ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગાડલીયા લુહાર ડાભી સમાજનો પાવાગઢ વાળી મહાકાળી માતાનો નવચંડી હવન યજ્ઞ ગુરુવારે ચક્કર વિસ્તારમાં રહેતા લુહાર સમાજ ના લોકો દ્વારા યોજાયો હતો. જેમાં પાવાગઢ વાળી મહાકાળી માતાને રથમાં બિરાજમાન કર્યા હતા.પાવાગઢથી આવેલ માતા મહાકાળી ની સમાજના લોકોએ પૂજા અર્ચના કરી હતી.અને સવારે નવચંડી મહા યજ્ઞ યોજાયો હતો છેલ્લા બે દિવસ આ ઉજવણી કરવામાં આવનાર હોઈ ગાડલીયા લુહાર કોમના લોકો પાવાગઢ સહિત આસપાસ ના મોટા શહેરોમાં માંથી લોકો મોટી સંખ્યામાં પધાર્યા હતા.સાંજે શ્રીફળ હવન કરવામાં આવ્યું હતુ.મોડી સાંજના ભજન પણ રાખવામાં આવ્યું હતુ માતા મહાકાળી સમક્ષ સુખ શાંતિ માટે પ્રાર્થના ઓ કરવામાં આવી હતી. સાથોસાથ પ્રસાદી નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ નવચંડી યજ્ઞ ચક્કર વિસ્તારમાં પ્રથમ વખત હોવાથી એક મોટો અવસર તરીકે ગાડલીયા લુહાર કૉમે ઉજવણી કરી હતી.





