
તા.૧૨.૦૧.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદની દીધીમતી નદીમાંથી ગુમ થયેલા વૃદ્ધની લાશ મળી આવતા ચકચાર મચી
દાહોદમાંથી 5 દિવસ પહેલા ગુમ થયેલા વૃદ્ધની લાશ દૂધીમતી નદીમાંથી મળી આવતા ચકચાર મચી
દાહોદના મંડાવાવ રોડ શક્તિનગર સોસાયટી ખાતે રહેતા ૭૧ વર્ષીય રજનીકાંત રસિકલાલ મોઢીયા ગત ૦૮.૦૧.૨૦૨૫ ના રોજ ઘરે કોઈને પણ કહ્યા વગર નીકળી ગયા હતા અને ગુમ થઈ જતા પરિવારના સભ્યોએ ભારે શોધખોળ આદરી હતી પરંતુ ના મળી આવતા તેઓએ એ ડિવિઝન પોલીસ મથક ખાતે જાણવા જોગ આપી હતી અને ત્યારબાદ પણ રજનીકાંત રસિકલાલ મોઢીયા મળી આવ્યા ન હતા જયારે રવિવારના દિવસે દૂધીમતી નદીના પટમાં ચેકડેમની બાજુમાં ત્યાંના સ્થાનિક લોકોને નદીના પટમાં પાણીમાં લાશ તરતી દેખાતા મોટી સંખ્યામાં આસપાસના લોકો ત્યાં ટોળે વળ્યા હતા અને એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી પાણીમાં તરતી લાશને બહાર કાઢવામાં આવી હતી અને તેમના ખિસ્સામાંથી આધાર કાર્ડ મળી આવ્યું હતું જેના આધારે પોલીસે ગુમ થયેલા વૃદ્ધના પરીવાર જનોને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પોલીસે લાશનું પંચનામું કરી પીએમ અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી વૃદ્ધના મરવાનું કારણ જાણવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા હવે પીએમ રીપોર્ટમાં પાણીમાં ડુબીને મરવાનું આવે છે કે પછી અન્ય કોઈ કારણોસર વૃદ્વનું મોત થયું છે તે પીએમ રીપોર્ટ બાદજ ખબર પડશે હાલતો રજનીકાંત રસિકલાલ મોઢીયાના પરિવારમાં શોકની લાગણી પ્રવૃતી ઉઠી છે




