GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

LCB પોલીસ અને વેજલપુર પોલીસે અલગ અલગ જગ્યાએ રેડ કરતા આંઠ જુગારીઓને ઝડપી લીધા

 

તારીખ ૯/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલના વેજલપુર પોલીસ મથક હદ વિસ્તારમાં શ્રાવણિયો જુગાર રમી રમાડતા ત્રણ અલગ – અલગ સ્થળોએ સ્થાનિક પોલીસ અને એલસીબી પોલીસે છાપા મારીને કુલ આંઠ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડયા છે જ્યારે ચાર જુગારીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે વેજલપુર ગામે બળિયાદેવની મુવાડી સામે ટેકરા ઉપર જાહેર સ્થળે જુગાર રમતા ચાર ખેલીઓને દાવ પર લાગેલી અને અંગે ઝડતિમાંથી મળેલ રકમ રૂ ૧૫૪૨૦ અને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે જ્યારે એક આરોપી ફરાર થઇ ગયો હતો. અન્ય એક આવી જ છાપામરીમાં વેજલપુર પોલીસ સ્ટેશનના પોસઈ એસ.એલ.કામોળ ને મળેલી બાતમી અનુસંધાને કાલોલ તાલુકાના ખડકી ગામે ખુલ્લા ગંજીફો ચિપી રોકડ રકમ દાવ પર લગાવી જુગાર રમતા ખેલિઓને દાવ પરની તેમજ અંગ ઝડતીમાંથી મેળેલ રકમ ૩૩૮૦ મુદ્દામાલ સાથે બે ઇસમોની અટક કરી હતી અને ત્રણ ઇસમો ફરાર થઇ ગયા હતા અન્ય એક આવી જ વેજલપુર પોલીસની છાપામારીમાં કાલોલ તાલુકાના આથમના ગામે ખુલ્લા ગંજીફો ચિપી રોકડ રકમ દાવ પર લગાવી જુગાર રમતા ખેલિઓને દાવ પરની તેમજ અંગ ઝડતીમાંથી મેળેલ રકમ ૨૬૫૦ મુદ્દામાલ સાથે બે ઇસમોની અટક કરી હતી જ્યાં ગોધરા એલસીબી પોલીસ અને વેજલપુર પોલીસનાં હાથે ઝડપાયેલા જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની અલગ અલગ કલમો હેઠળ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે નાસી છૂટેલા ચાર આરોપી ઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!