GUJARATHALOLPANCHMAHAL

હાલોલ તાલુકાના ગમીરપુરા ગામના ગુમ થયેલા યુવકનો મૃતદેહ ચાંચડિયા નજીક ખેતરમાંથી મળી આવતા ચકચાર મચી 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૫.૯.૨૦૨૫

હાલોલ તાલુકાના ગમીરપુરા ગામે એક 24 વર્ષીય યુવકનો મૃતદેહ આજે સોમવારે સવારે ખેતરમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના ગમીરપુરા ગામે રહેતા ઈશ્વરભાઈ હિંમતસિંહ પરમાર આથી ત્રણ દિવસ પહેલા રાત્રે પોતાની બાઇક લઈને નોકરી પર જવ તેમ કહી નીકળ્યા હતા અને ત્યારબાદ તે પરત ઘરે ન પહોચતા પરિવારજનો ભારે ચિંતિત થઇ નોકરીથી ઘરે ના આવતા તેની શોધખોળ હાથ ધરી હતી જોકે શોધખોળ દરમ્યાન ઈશ્વરભાઈ ની બાઇક અને તેમનું ટિફિન હાલોલ તાલુકાના ચાંચડિયા રોડ ઉપર થી મળી આવતા શંકા કુ શંકા ફેલાઇ હતી જોકે વધુ તપાસ કરતા આજે સોમવારે સવારે તેઓ મૂર્ત હાલતમાં હાલોલ તાલુકાના ચાંચડિયા ગામ નજીક એક ખેતરમાંથી મળી આવ્યા હતો બનાવ અંગે ની જાણ થતા હાલોલ રૂરલ પોલીસ અને પાવાગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ પોલીસે પ્રાથમિક તપાસ કરી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જોકે ઈશ્વરભાઈ ના મૃતદેહને જોતા એનું મોત શંકાસ્પદ રીતે થયું હોવાને લઈ પોલીસે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે જોકે યુવકનું મોત નું કારણ પીએમ થયા બાદ જ પોસ્ટમોટ રિપોર્ટ માં આવે તેમ જાણવા મળી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!