ANANDANAND CITY / TALUKOGUJARAT

આંકલાવના સીમ વિસ્તારમાંથી મહુડાના વૃક્ષને કાપવાની અરજી ના મંજૂર કરતું આણંદ વન વિભાગ

આંકલાવના સીમ વિસ્તારમાંથી મહુડાના વૃક્ષને કાપવાની અરજી ના મંજૂર કરતું આણંદ વન વિભાગ

તાહિર મેમણ – આણંદ – 15/02/2025 – નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ, આણંદના જણાવ્યા મુજબ વન વિભાગની જવાબદારી રક્ષિત વિસ્તાર તેમજ વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતા ઝાડની હોય છે, અન્ય વિસ્તારમાં પણ અનામત ઝાડ જેવા કે સાગ, શીશમ, ખેર, ચંદન અને મહુડો કાપવા માટે વન વિભાગની પરવાનગી લેવી ફરજીયાત છે અન્યથા વન વિભાગના નિયમ અનુસાર ગુનો બને છે.

આંકલાવના સીમ વિસ્તારમાં રહેતા અરજદાર શ્રી સંદીપભાઈ ગોવિંદભાઈ શાહ દ્વારા સર્વે નંબર ૧૪૦૫ માં કરવામાં આવતા પાકને બચાવવા ફેન્સીંગ મારવા માટે અનામત વૃક્ષ મહુડો નડતરરૂપ હોય આ વૃક્ષ કાપવા અંગેની મંજૂરી આંકલાવ વન વિભાગની કચેરી પાસેથી માંગવામાં આવી હતી.

અરજદારશ્રી શાહની મહુડો કાપવાની અરજી અન્વયે મદદનીશ વન સંરક્ષક, આણંદ દ્વારા સ્થળ તપાસ કરતાં મહુડાનું વૃક્ષ તંદુરસ્ત અને ઘટાદાર હોઈ અને ખેતીના પાક માટે નડતરરૂપ હોઇ તેવું ન જણાતા તથા મહુડાનું વૃક્ષ ધીમી ગતિએ થતું વૃક્ષ હોઇ, પર્યાવરણીય દ્રષ્ટીએ પણ મહત્નું વૃક્ષ હોઇ મહુડાના વૃક્ષ કાપણીની અરજદારશ્રીની અરજી ના મંજુર કરવામાં આવી છે.

આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ દ્વારા બિન અનામત વૃક્ષ અને વન વિભાગના કાર્ય ક્ષેત્રમાં આવતા વૃક્ષ બિનઅધિકૃત રીતે પરવાનગી વગર કાપવામાં આવશે, તો નિયમોનુસાર દંડ વસૂલ કરવાની અને વન વિભાગના કાયદાની જોગવાઈ ને આધીન કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ પણ જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!